Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા, ટોળાએ BJP ઓફિસ પાસે ટાયર સગળાવી રસ્તો જામ કર્યો, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા
Manipur Violence Latest News: મણિપુરના ઇમ્ફાલમાં ગુરૂવારે રાત્રે ભાજપના પ્રદેશ કાર્યાલયની પાસે ભીડ જમા થઈ ગઈ હતી. પોલીસે તેને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આ દરમિયાન ટોળાએ ટાયર સળગાવી વિરોધ કર્યો હતો.
Trending Photos
ઇમ્ફાલઃ મણિપુરમાં ફરી એકવાર હિંસાના સમાચાર છે. ગુરુવારે મોડી રાત્રે મણિપુરના ઇમ્ફાલમાં ભાજપના પ્રદેશ કાર્યાલય પાસે ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન, માહિતીના આધારે, પોલીસે તેમને રોકવા અને વિખેરવા માટે ટીયર ગેસના અનેક રાઉન્ડ ફાયર કર્યા. પોલીસના વલણથી રોષે ભરાયેલા ટોળાએ ટાયરો સળગાવી વિરોધ કર્યો હતો. વહેલી સવારે, મણિપુરના કાંગપોકપી જિલ્લાના હરોતેલ ગામમાં કેટલાક અજાણ્યા તોફાનીઓએ કોઈપણ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. સેનાના સ્થાનિક યુનિટે ટ્વિટ કર્યું કે "અપ્રમાણિત અહેવાલો" દર્શાવે છે કે આ ઘટનામાં કેટલીક જાનહાનિ થઈ છે.
આ વચ્ચે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે ક્ષેત્રમાંથી એક મૃતદેહ મળ્યો છે અને કેટલાક અન્યને જમીન પર પડેલા જોઈ શકાય છે. સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે આ તત્કાલ સ્પષ્ટ નથી કે જમીન પર પડેલા લોકોના મોત થયા છે કે ઈજાગ્રસ્ત થયા છે કારણ કે વિસ્તારમાં હજુ પણ ગોળીબારી જારી છે. સેનાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર માહિતી આપતા કહેવામાં આવ્યું કે હથિયારધારી અસામાજિક તત્વોએ સવારે સાડા પાંચ કલાકે કોઈ ઉશ્કેરણી વગર ગોળીબારી શરૂ કરી હતી.
#WATCH | A crowd gathered near the regional office of BJP in Imphal, Manipur. Police used several rounds of tear gas shells to stop and disperse them.
Visuals from the spot. pic.twitter.com/9NvUUoM68c
— ANI (@ANI) June 29, 2023
આર્મીના 'સ્પિયર કોર્પ્સ'ના સત્તાવાર હેન્ડલએ જણાવ્યું હતું કે પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવા માટે વિસ્તારમાં તૈનાત સૈનિકોને તાત્કાલિક એકત્ર કરવામાં આવ્યા હતા. સૈનિકોએ સુવ્યવસ્થિત રીતે તોફાનીઓના ગોળીબારનો જવાબ આપ્યો. સૈનિકોની ત્વરિત કાર્યવાહીના પરિણામે ગોળીબાર બંધ થયો. તેમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં વધારાની ટુકડીઓ મોકલવામાં આવી છે. અપ્રમાણિત અહેવાલો કેટલાક જાનહાનિ સૂચવે છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોવાની માહિતી પણ છે. સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
કેમ મણિપુરમાં ભડકી હિંસા
હકીકતમાં, મેની શરૂઆતમાં મણિપુરમાં મેઇતી અને કુકી સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી વંશીય હિંસામાં 100 થી વધુ લોકોના મોત થયા છે. મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (ST)ના દરજ્જાની મેઇતેઈ સમુદાયની માંગના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં 'આદિવાસી એકતા કૂચ'નું આયોજન કરવામાં આવ્યું તે પછી અથડામણો શરૂ થઈ. મણિપુરની વસ્તીના 53 ટકા મેઈતી છે અને તેઓ મુખ્યત્વે ઈમ્ફાલ ખીણમાં રહે છે. તે જ સમયે, નાગા અને કુકી જેવા આદિવાસી સમુદાયોની વસ્તી 40 ટકા છે અને તેઓ મુખ્યત્વે પહાડી જિલ્લાઓમાં રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે