દિલ્હીની ઘટના રાષ્ટ્રમાટે શરમજનક: રાષ્ટ્રપતિ વિશેષાધિકારનો ઉપયોગ કરી રાજધર્મ મુદ્દે સરકારને ઢંઢોળે: મનમોહન સિંહ

દેશની રાજધાની દિલ્હીમાં નાગરિકતા સંશોધન એક્ટનાં નામે થયેલી હિંસા અંગે કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં ગુરૂવારે એક પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગ સાથે મુલાકાત કરી હતી.

દિલ્હીની ઘટના રાષ્ટ્રમાટે શરમજનક: રાષ્ટ્રપતિ વિશેષાધિકારનો ઉપયોગ કરી રાજધર્મ મુદ્દે સરકારને ઢંઢોળે: મનમોહન સિંહ

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં નાગરિકતા સંશોધન એક્ટનાં નામે થયેલી હિંસા અંગે કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં ગુરૂવારે એક પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ પૂર્વ વડાપ્રદાન મનમોહનસિંહે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને દિલ્હીમાં હિંસાને રાષ્ટ્રીય શરમ ગણાવી અને કેન્દ્ર સરકારને રાજધર્મનું પાલન કરવા માટેની અપીલ કરી હતી. પૂર્વવડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું કે, દિલ્હી હિંસા મુદ્દે અમે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત યોજી હતી. જે દિલ્હીમાં થયું તે રાષ્ટ્રમાટે શરમજનક બાબત છે. તે સ્પષ્ટ રીતે કેન્દ્ર સરકારની નિષ્ફળતા છે.

મનમોહન સિંહે કહ્યું કે, અમે રાષ્ટ્રપતિજીને કહ્યું છે કે તેઓ પોતાની શક્તિનો ઉપયોગ કરે, કેન્દ્ર સરકાર સાથે વાત કરે અને રાજધર્મનું સંરક્ષણ કરવા માટે કહે. દિલ્હીમાં હિંસા મુદ્દે કોંગ્રેસ મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કરી રહી છે. સોનિયા ગાંધી પણ આ મુદ્દે વડાપ્રધાન અને ગૃહમંત્રીની ઝાટકણી કાઢી ચુક્યા છે. બુધવારે પત્રકાર પરિષદ બાદ ફરી એકવાર સોનિયા ગાંધીએ મીડિયા સાથે ચર્ચા કરી હતી. સોનિયાએ કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે, હિંસા દરમિયાન બંન્ને સરકારે મુકદર્શક બનીને રહી જે ખુબ જ શરમજનક બાબત છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે, અમે રાષ્ટ્રપતિને અપીલ કરી છે કે, કાયદાનું સંરક્ષણ કરવાની જવાબદારી તમારી છે. એવા સમયે જો કેન્દ્ર સરકારને તમારે રાજધર્મ યાદ અપાવવો જોઇએ. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની તરફથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળનારા પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ઉપરાંત આનંદ શર્મા, મલ્કિકાર્જુન ખડગે, પી ચિદમ્બરમનો પણ સમાવેશ થાય છે. આ અગાઉ બુધવારે એક પત્રકાર પરિષદ દરમિયાયન સોનિયા ગાંધીએ હિંસા માટે સ્પષ્ટ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જવાબદાર ઠેરવ્યા હતા. સોનિયા ગાંધીએ અમિત શાહની નિષ્ફળતા ગણાવીને રાજીનામાની માંગ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news