પુણેમાં મોડી રાતે પાર્કિંગની દીવાલ તૂટી પડી, 15 મજૂરોના મોત, બચાવ કાર્ય ચાલુ

મહારાષ્ટ્રના પુણેમાં મોડી રાતે મોટી દુર્ઘટના સર્જીઈ. પાર્કિંગની દીવાલ તૂટી પડતા 15 લોકોના મોત થયા. મૃતકો તમામ મજૂરો હોવાનું કહેવાય છે.

પુણેમાં મોડી રાતે પાર્કિંગની દીવાલ તૂટી પડી, 15 મજૂરોના મોત, બચાવ કાર્ય ચાલુ

નવી દિલ્હી: મહારાષ્ટ્રના પુણેમાં મોડી રાતે મોટી દુર્ઘટના સર્જીઈ. પાર્કિંગની દીવાલ તૂટી પડતા 15 લોકોના મોત થયા. મૃતકો તમામ મજૂરો હોવાનું કહેવાય છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ અકસ્માત કયા કારણે થયો. પરંતુ કહેવાય છે કે ભારે વરસાદના કારણે પાર્કિંગની દીવાલ તૂટી પડી. આ અકસ્માત શહેરના કોડવા વિસ્તારમાં સર્જાયો. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. 

કહેવાય છે કે શહેરના કોડવા વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઈમારતમાં નિર્માણ કાર્ય ચાલુ હતું. આ ઈમારતની સાથે જ મજૂરોના રહેવા માટે કાચા મકાનો બનાવવામાં આવ્યાં હતાં. તેની બાજુમાં જ પાર્કિંગ દીવાલ હતી. ભારે વરસાદના કારણે તે તૂટી પડી. જેના કારણે આ દર્દનાક અકસ્માત સર્જાયો. આ દીવાલની ચપેટમાં કેટલીક કારો પણ આવી ગઈ છે. પ્રસાશન અને એનડીઆરએફની ટીમ સતત બચાવ કાર્યમાં લાગેલા છે. 

જુઓ LIVE TV

ઘટના પર પુણેના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર નવલ કિશોર રામના જણાવ્યાં મુજબ દીવાલ ભારે વરસાદના કારણે તૂટી. તેના નિર્માણ કાર્યમાં કંપનીની બેદરકારી સામે આવી છે. 15 લોકોના મોતનો મામલો કોઈ નાનો નથી. મૃતકોમાંથી મોટાભાગના બિહાર અને પશ્ચિમ બંગાળના મજૂરો સામેલ છે. સરકાર પીડિતોને મદદ ઉપલબ્ધ કરાવશે. 

પીડિતોને સહાયની જાહેરાત
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટના મામલે ઊંડી તપાસના આદેશ આપ્યાં છે. આ સાથે મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ફડણવીસે ટ્વીટ કરીને આ જાણકારી આપી. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અશોક ચૌહાણે પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરીને રાજ્ય સરકારને પ્રભાવિત પરિવારોને દરેક શક્ય મદદ ઉપલબ્ધ કરાવવાની અપીલ કરી. 

અત્રે જણાવવાનું કે મોડી રાતે ઘટેલી આ દુર્ઘટનામાં ચાર બાળકો સહિત 15 જેટલા લોકોના મોત થયા છે. નિર્માણ સ્થળ પર કામ કરનારા મજૂરો માટે કાચા મકાનો બનાવવામાં આવ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news