Video : તેજ પ્રતાપના લગ્નમાં અફરા-તફરી, ભીડે લૂંટ્યું ભોજન
Trending Photos
પટના: આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવના લગ્નમાં શનિવારે હંગામો થયો અને બેકાબૂ ભીડે વીઆઇપી અને મીડિયા માટે બનેલા પંડાલને અલગ કરનાર ઘેરાને તોડી દીધો તથા ભોજનના સામાનને લૂંટવા લાગ્યા. તમને જણાવી દઇએ કે તેજ પ્રતાપ આરજેડી ધારાસભ્ય ચંદ્રિકા રાયની પુત્રી ઐશ્વર્યા રાય સાથે શનિવારે લગ્નગ્રંથીમાં જોડાયા હતા.
લગ્ન સમારોહમાં એકઠા થનાર હજારો લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જયમાલા કાર્યક્રમના થોડા સમય બાદ ભીડે ઘેરો તોડી દીધો અને ખાવાની વસ્તુઓ લૂંટવા લાગ્યા. આ લોકો સંભવત: આરજેડી સમર્થક હતા. જોત જોતામાં જ સમગ્ર વિસ્તારમાં તૂટેલી ક્રોકરી, ટેબલ અને ખુરશી વેર-વિખેર કરી દીધી. આ દરમિયાન પાર્ટીના કેટલાક નેતાઓએ લોકોને ભગાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ અસફળ રહ્યા.
મીડિયાકર્મીઓ સાથે થઇ હાથાપાઇ
કેટલાક કેમેરામેન સહિત મીડિયાકર્મીઓએ ફરિયાદ કરી કે તેમની સાથે હાથાપાઇ થઇ અને તેમના ઉપકરણોને નુકસાન પહોંચાડ્યું. કેટરરે કહ્યું કે બેકાબૂ ભીડમાં સામેલ લોકોએ તેમના વાસણો અને અન્ય વસ્તુઓ લૂંટી લીધી.
નીતીશે પણ વર-વધૂને આપ્યા આર્શીવાદ
આ પહેલાં લગ્નમાં ઘણા રાજકીય દિગ્ગજો સામેલ થયા. બિહારના રાજ્યપાલ સત્યપાલ મલિક, કેંદ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, મુખ્યમંત્રી નીતીશ કુમાર અને તેમના ઘણા કેબિનેટ સહયોગી, દિગ્ગજ સમાજવાદી નેતા શરદ યાદવે પણ વર વધૂને આર્શિવાદ આપ્યા. લાલૂના પુત્ર અને પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ તથા પુત્રી મીસા ભારતીએ નીતીશ કુમારનું સ્વાગત કર્યું. મીસા રાજ્યસભાની સભ્ય છે.
ત્યાં આવેલા અન્ય ગણમાન્ય વ્યક્તિઓમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ તથા પત્ની ડિમ્પલ યાદવ, રાકાંપા નેતા પ્રફૂલ્લ પટેલ, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ તથા વકીલ રામ જેઠમલાણી સામેલ હતા. ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી, કેંદ્રીય મંત્રી રામકૃપાલ યાદવ વિવાહ સમારોહમાં ગેરહાજર રહ્યા. બંને નેતા દેશમાંથી બહાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે