મધર્સ ડે સ્પેશિયલ: ઘરડાં મા-બાપને તરછોડનાર સંતાનોને 6 મહિના જેલ મોકલશે મોદી સરકાર

વડાપ્રધાન નરેંદ્ર મોદીના નેતૃત્વવાળી હાલની કેંદ્ર સરકાર કાનૂનમાં કેટલાક ફેરફાર કરવાની તૈયારીમાં છે, ત્યારબાદ કોઇપણ પુત્ર ઘરડા માતા પુત્રીને એકલા છોડતાં પહેલાં ખચકાશે. કાયદામાં ફેરફાર કરી જોગવાઇ કરવામાં આવી રહી છે

મધર્સ ડે સ્પેશિયલ: ઘરડાં મા-બાપને તરછોડનાર સંતાનોને 6 મહિના જેલ મોકલશે મોદી સરકાર

નવી દિલ્હી: આખી દુનિયા જે આજે (13 મે)ના રોજ મધર્સ ડે ઉજવી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો માતા પ્રત્યે પોતાની ભાવનાઓ અને તસ્વીરો શેર કરી રહ્યાં છે. જોકે બદલતા જમાનામાં માતા-પિતાની ઉપેક્ષાની ઘટનાઓ ખૂબ વધી ગઇ છે. એવામાં વડાપ્રધાન નરેંદ્ર મોદીના નેતૃત્વવાળી હાલની કેંદ્ર સરકાર કાનૂનમાં કેટલાક ફેરફાર કરવાની તૈયારીમાં છે, ત્યારબાદ કોઇપણ પુત્ર ઘરડા માતા પુત્રીને એકલા છોડતાં પહેલાં ખચકાશે. કાયદામાં ફેરફાર કરી જોગવાઇ કરવામાં આવી રહી છે કે જો માતા-પિતાને તરછોડી મૂક્યા અથવા તેમની સાથે ર્દુવ્યવહાર કર્યો તો હવે છ મહિનાની જેલ થઇ શકે છે. 

હાલ 3 મહિનાની જેલની જોગવાઇ છે
માતા-પિતા તથા વરિષ્ઠ નાગરિકોના ભરણ-પોષણ તથા કલ્યાણ અધિનિયમ 2007 હેઠળ આરોપી પુત્રોને ત્રણ મહિનાની સજાની જોગવાઇ છે, જેને વધારીને છ મહિના કરવાની તૈયારી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇ સાથે વાતચીતમાં એક વરિષ્ઠ ઓફિસરે જણાવ્યું કે 'સામાજિક ન્યાય તથા અધિકારિકા મંત્રાલયે સંશોધન ખરડાનો ડ્રાફ તૈયાર કરી લીધો છે. માતા-પિતા તથા વરિષ્ઠ નાગરિકોનું ભરણ-પોષણ અને કલ્યાણ બિલ 2018ના ડ્રાફ હેઠળ બાળકોની પરિભાષાનો દાયરો પણ વધારવાનો પ્રસ્તાવ છે. 

મંત્રાલયના વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે બાળકોની પરિભાષામાં દત્તક અથવા ઓરમાયા સંતાનો, જમાઇ અને વહુઓ, પૌત્ર-પૌત્રીઓ, ભાણી-ભાણીયા અને એવા સગીરોને પણ સામેલ કરવાની ભલામન કરવામાં આવી છે જેનું પ્રતિનિધિત્વ કાનૂની વાલી કર છે. હાલના કાયદામાં ફક્ત સગા બાળકો અને પૌત્ર પૌત્રીઓ સામેલ છે. 

બાળકો દેખભાળ કરવાની ના પાડે તો કાયદો સહારો લે માતા-પિતા
મંત્રાલયે કહ્યું કે માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોની દેખભાળ અને કલ્યાણ કાનૂન 2018નો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. કાનૂની રૂપ મળ્યા બાદ આ 2007ના જૂના કાયદાનું સ્થાન લેશે. કાયદામાં માસિક દેખભાળ ભથ્થાની 10,000 રૂપિયાની અધિકત્તમ સીમાને પણ સમાપ્ત કરી દેવામાં આવી છે. જો બાળકો માતા-પિતાની દેખાભાળ કરવાની ના પાડે છે તે કાયદાનો સહારો લઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news