રોબર્ટ વાડ્રાના ઘરે પહોંચી આવકવેરા વિભાગની ટીમ, બેનામી સંપત્તિના મામલામાં પૂછપરછ
આવકવેરા વિભાગે રોબર્ટ વાડ્રાને નોટિસ મોકલી હતી, પરંતુ તેઓ વિભાગની ઓફિસે પહોંચ્યા નહીં. ત્યારબાદ ઓફિસર સીધા તેની ધરે પહોંચી ગયા અને તેનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ બેનામી સંપત્તિ કેસમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાની આવકવેરા વિભાગના અધિકારી પૂછપરછ કરી રહ્યા છે. આ મામલામાં આવકવેરા વિભાગે રોબર્ટ વાડ્રાને નોટિસ મોકલી હતી, પરંતુ તેઓ વિભાગની ઓફિસે પહોંચ્યા નહીં. ત્યારબાદ ઓફિસર સીધા તેની ધરે પહોંચી ગયા અને તેનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે.
રોબર્ટ વાડ્રા કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ છે અને તેમના લગ્ન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે થયા છે. જાણવા મળી રહ્યું છે કે રોબર્ટ વાડ્રા કોરોના મહામારીને કારણે આવકવેરા વિભાગની તપાસમાં સામેલ થયા નહીં. આવકવેરા વિભાગ સિવાય રોબર્ટ વાડ્રા વિરુદ્ધ ઈડી મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે.
Income Tax Department is recording the statement of Robert Vadra in connection with Benami Property Case: Sources
(file pic) pic.twitter.com/S5T7pVGq8S
— ANI (@ANI) January 4, 2021
રોબર્ટ વાડ્રા પર લંડન સ્થિત સંપત્તિ ખરીદવા માટે મની લોન્ડ્રિંગનો આરોપ છે. વાડ્રા પર બ્રાયનસ્ટન સ્ક્વાયરમાં 1.9 મિલિયન પાઉન્ડની કિંમતનું મકાન ખરીદવાનો આરોપ છે. વાડ્રા હાલ આગોતરા જામીન પર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે