Boycott China નું સૂરસૂરિયું? ચાઈનીઝ કંપનીને મળ્યો મસમોટો રેલવે પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ
ચીન (China) સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચાલી રહેલા વિવાદ વચ્ચે દિલ્હી-મેરઠ રેપિડ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS)ના એક સેક્શનનો કોન્ટ્રાક્ટ ચાઈનીઝ કંપનીને મળ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: ચીન (China) સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચાલી રહેલા વિવાદ વચ્ચે દિલ્હી-મેરઠ રેપિડ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS)ના એક સેક્શનનો કોન્ટ્રાક્ટ ચાઈનીઝ કંપનીને મળ્યો છે. ગત વર્ષ જૂનમાં પ્રોજેક્ટ માટે ચીની કંપનીએ સૌથી ઓછી બોલી લગાવી હતી, પરંતુ સરહદ પર ચાલી રહેલા વિવાદના કારણે કોન્ટ્રાક્ટ અટકાવી દેવાયો હતો.
કંપની બનાવશે 5.6 કિમી અંડરગ્રાઉન્ડ ટનલ
નેશનલ કેપિટલ રીજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) એ દિલ્હી-મેરઠ રેપિડ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS)ના એક ભાગનો કોન્ટ્રાક્ટ ચીની કંપની શાંઘાઈ ટનલ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ (Shanghai Tunnel Engineering Company) ને આપ્યો છે. આ કંપની ન્યૂ અશોકનગરથી સાહિબાબાદ વચ્ચે 5.6 કિલોમીટરના અંડરગ્રાઉન્ડ સ્ટ્રેચનું નિર્માણ કરશે.
નિર્ધારિત પ્રક્રિયા અને દિશાનિર્દેશો બાદ મંજૂરી
NCRTCના પ્રવક્તાએ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા જણાવ્યું કે 'અનેક એજન્સીઓ દ્વારા બોલી લગાવવામાં આવી હતી અને તે માટે વિભિન્ન સ્તર પર સ્વિકૃતિ લેવાની હોય છે. આ બોલીની નિર્ધારિત પ્રક્રિયા અને દિશાનિર્દેશો બાદ જ મંજૂરી આપવામાં આવી હતી.' તેમણે વધુમાં કહ્યું કે આ પ્રોજેક્ટને સમયસર પૂરો કરવા માટે 82 કિમી લાંબા દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોર પર નિર્માણ કાર્ય ઝડપથી ચાલુ છે.
PHOTOS: 'કાગળના એક ટુકડો' બન્યું મોતનું કારણ? મહિલા ડોક્ટરે પહેલા પુત્રનો જીવ લીધો, પછી કરી આત્મહત્યા
શું છે આ દિલ્હી-મેરઠ RRTS પ્રોજેક્ટ
કેન્દ્ર સરકારે દિલ્હી અને મેરઠ વચ્ચે સેમી હાઈ સ્પીડ રેલ કોરિડોરને ફેબ્રુઆરી 2018માં મંજૂરી આપી હતી. 82.15 કિમી લાંબા દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ રિજિયોનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એટલે કે RRTSને પૂરું કરવામાં કુલ 30,274 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ દિલ્હી અને મેરઠ સુધીની મુસાફરીમાં થતો સમય ઓછો થઈ જશે. 82.15 કિલોમીટર લાંબા RRTSમાં 68.03 કિમીનો ભાગ એલિવેટેડ અને 14.12 કિમી અંડરગ્રાઉન્ડ હશે.
8 મહિનાથી ચાલુ છે ભારત-ચીન વિવાદ
અત્રે જણાવવાનું કે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર વિવાદ ગત વર્ષ મે મહિનાથી શરૂ થયો હતો. જ્યારે ચીને લદાખના અક્સાઈ ચીન વિસ્તારની ગલવાન ઘાટીમાં ભારત તરફથી બનતા રોડ નિર્માણ અંગે આપત્તિ જતાવી હતી. 5 મેના રોજ ભારતીય સેના અને ચીની સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થયા બદા સૈન્ય ગતિરોધ ઊભો થયો. ત્યારબાદ ચીની સૈનિક 9 મેના રોજ સિક્કિમના નાથૂલામાં પણ ભારતીય સૈનિકો સાથે ભીડી ગયા હતા. જેમાં અનેક સૈનિકોને ઈજા થઈ હતી.
15 જૂનના રોજ લદાખની ગલવાન ખીણમાં પણ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝડપ થઈ હતી જેમાં 20 ભારતીય જવાનો શહીદ થયા અને ત્યારબાદ ભારત અને ચીન વચ્ચે અનેક સ્તરની વાતચીત થઈ ચૂકી છે. પરંતુ ગતિરોધનો કોઈ ઉકેલ આવ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે