PM મોદીએ જમ્મુ કાશ્મીર અને લદ્દાખનાં 4 હીરોને યાદ કરી આપ્યો મોટો સંદેશ
અનુચ્છેદ 370 અને 35એ હટાવ્યા બાદ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું
Trending Photos
નવી દિલ્હી : વડાપ્રધાનમોદીએ ગુરૂવારે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. તેમનું આ સંબોધન સંપુર્ણ જમ્મુ કાશ્મીર અને લદ્દાખનાં લોકોને સમર્પિત હતું. અનુચ્છેદ 370 અને 35એ ને હટાવાયા બાદ વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રજોગ આ પ્રથમ સંબોધન હતું. તેમાં તેમણે ખીણનાં લોકોને તે વિશ્વાસ સંપાદન કરવાનો પ્રયાસ કર્યો કે નવી શરૂઆત તેમના માટે નવી આશા લઇને આવ્યા છે. આ દરમિયાન તેમણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખનાં શહીદોનો ખાસ ઉલ્લેખ કર્યો.
જમ્મુ-કાશ્મીર અંગે PM મોદીના સંબોધનની 10 મહત્વની વાતો, જે તમારે જાણવી જરૂરી છે
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે આ પ્રસંગે હું જમ્મુ કાશ્મીરનાં લોકોની સુરક્ષામાં ફરજંદ પોતાનાં સુરક્ષાદળોના સાથીઓનો પણ આભાર વ્યક્ત કરુ છું. તંત્ર સાથે જોડાયેલા તમામ લોકો રાજ્યનાં તમામ કર્મચારીઓ અને જમ્મુ કાશ્મીર પોલીસ જે પ્રકારે સ્થિતી સંભાળી રહ્યા છે, તેઓ સાચે જ ખુબ જ પ્રશંસનીય છે. તમારા આ પરિશ્રમમાં મારો વિશ્વાસ વધાર્યો છે કે પરિવર્તન થઇ શકે છે. લોકોનું ભલુ થઇ શકે છે. ભાઇઓ અને બહેનો જમ્મુ કાશ્મીર અમારા દેશનાં મુકુટ છે.
કલમ 370 નાબુદી બાદ જમ્મુ કાશ્મીરની જનતા અલગતાવાદને પરાસ્ત કરી વિકાસની સીડી ચડશે
આપણે બાળપણથી સાંભળીએ છીએ કે ગર્વ કરતા આવે છે તેની રક્ષા માટે જમ્મુ કાશ્મીરનાં અનેકો વીર પુત્ર પુત્રીઓએ પોતાનું બલિદાન આપ્યું છે. પોતાનું જીવન દાવ પર લગાવ્યું છે. પુંછ જિલ્લાનાં મૌલવી ગુલામ, જેમણે 65ની લડાઇમાં પાકિસ્તાન ઘુસણખોરી અંગે ભારતીય સેનાએ જણાવ્યું હતુ, તેમને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. લદ્દાખનાં કર્નલ સોનમ જેમણે કારગિલની લડાઇમાં દુશ્મનીને ઘુળ ચાટતી કરી દીધી હતી તેમને મહાવીર ચક્ર અપાયું હતું. રાજૌરીની રુખસાના કૌસર, જેમણે મોટા આતંકવાદીઓને ઠાર મરાયા હતા. તેમને પણ કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કોંચના શહીદ ઓરંગજેબ જેની ગત્ત વર્ષે આતંકવાદીઓએ હત્યા કરી દીધી હતી. જેના બંન્ને ભાઇ આજે સેનામાં ભરતી થઇને દેશની સેવા કરી રહ્યા છે એવા વીર પુત્ર- પુત્રીઓની યાદી ખુબ જ લાંબી છે.
ભારતીય હાઇકમિશ્નર અજય બિસારીયાએ પાકિસ્તાન છોડ્યું, ભારત પરત ફરશે
આતંકવાદીઓ સામે લડતા જમ્મુ કાશ્મીર પોલીસનાં અનેક જવાન અને અધિકારીઓ પણ શહીદ થયા હતા નિર્દોષ નાગરિકો પણ મરાયા છે દેશનાં પોતાના ભુભાગથી જ હજારો લોકોએ અમને ગુમાવ્યા છે અને આ તમામનું સપનું રહ્યું છે કે એક શાંત સુરક્ષીત સમૃદ્ધિ જમ્મુ કાશ્મીર બનાવવાાનાં પોતાનાં સપનાને આપણે મળીને પુર્ણ કરવાનું છે. સાથીઓ આ નિર્ણય જમ્મુ કાશ્મીર અને લદ્દાખની સાથે જ સમગ્ર ભારતની આર્થિક પ્રગતિમાં સહયોગ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે