ગરમીથી મળશે રાહત... વરસાદ અંગે સ્કાયમેટની આગાહી, આ તારીખે કેરળમાં બેસશે ચોમાસુ
સમગ્ર દેશ કાળઝાળ ગરમીની ચપેટમાં છે. જો કે ક્યાંક ઉનાળામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ આમ છતાં દેશના મોટાભાગના વિસ્તારો આકરી ગરમી સહન કરી રહ્યાં છે. હવે રાહતના સમાચાર આવી રહ્યાં છે. હવામાન સંબંધિત માહિતી ઉપલબ્ધ કરાવનારી એજન્સી સ્કાઈમેટે આજે જણાવ્યું કે આ વખતે કેરળમાં 4થી જૂને ચોમાસુ બેસશે. સ્કાયમેટ હવામાન સંબંધિત ભવિષ્યવાણી કરે છે. કેરળમાં ચોમાસુ આમ જોવા જઈએ તો 1 જૂનની આસપાસ બેસી જતું હોય છે એટલે કહી શકાય કે થોડું મોડું છે.
Trending Photos
નવી દિલ્હી: સમગ્ર દેશ કાળઝાળ ગરમીની ચપેટમાં છે. જો કે ક્યાંક ઉનાળામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ આમ છતાં દેશના મોટાભાગના વિસ્તારો આકરી ગરમી સહન કરી રહ્યાં છે. હવે રાહતના સમાચાર આવી રહ્યાં છે. હવામાન સંબંધિત માહિતી ઉપલબ્ધ કરાવનારી એજન્સી સ્કાઈમેટે આજે જણાવ્યું કે આ વખતે કેરળમાં 4થી જૂને ચોમાસુ બેસશે. સ્કાયમેટ હવામાન સંબંધિત ભવિષ્યવાણી કરે છે. કેરળમાં ચોમાસુ આમ જોવા જઈએ તો 1 જૂનની આસપાસ બેસી જતું હોય છે એટલે કહી શકાય કે થોડું મોડું છે.
સામાન્ય કરતા ઓછો વરસાદ
ચોમાસુ મોડું બેસવાની સાથે એવી પણ માહિતી મળી છે કે આ વખતે વરસાદ સામાન્ય કરતા ઓછો રહેશે. સ્કાઈમેટના સીઈઓ જતિન સિંહે કહ્યું કે આ વખતે દેશના તમામ ચાર ક્ષેત્રોમાં સામાન્યથી ઓછો વરસાદ રહેશે. 90 ટકા જેટલો વરસાદ રહેશે તેવું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. પૂર્વ, પૂર્વોત્તર અને મધ્ય ભારતમાં ઉત્તર પશ્ચિમી ભારત અને દક્ષિણ પ્રાયદ્વિપની સરખામણીમાં ઓછો વરસાદ પડશે. એજન્સીના જણાવ્યાં મુજબ ચોમાસુ 22મી મેના રોજ અંડમાન નિકોબાર પહોંચી શકે છે. ગત મહિને પણ સ્કાયમેટે સામાન્યથી ઓછો વરસાદ રહેવાનું અનુમાન કર્યું હતું.
અત્રે જણાવવાનું કે આ અગાઉ 2018 વરસાદને લઈને સૌથી ખરાબ વર્ષ રહ્યું હતું. 12 ક્ષેત્રોમાં ખુબ ઓછો વરસાદ થયો અને ત્યાં દુષ્કાળની અસર જોવા મળી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે