પાલઘર લિંચિંગઃ જાણો કઈ રીતે એક અફવાનો શિકાર થઈ ગયા જૂના અખાડાના બે સાધુ સહિત 3 લોકો


પાલઘરના ડીએમ શિંદેએ જણાવ્યું કે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે, ગામવાળા કાર પર લાકડી અને પથ્થરોથી હુમલો કરી રહ્યાં છે. 

પાલઘર લિંચિંગઃ જાણો કઈ રીતે એક અફવાનો શિકાર થઈ ગયા જૂના અખાડાના બે સાધુ સહિત 3 લોકો

પાલઘરઃ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં જૂના અખાડાના બે સાધુઓ સહિત ત્રણ લોકોની મારી-મારીને હત્યાના મામલામાં 110 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા તમામ લોકો વિરુદ્ધ ગંભીર કલમોનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓને 30 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે, તો સગીરોને શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા છે. બીજીતરફ આ મામલાથી મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ ગરમાવો આવી ગયો છે. 

સાધુઓ પર ટોળાનો હુમલો
મહારાષ્ટ્રના પાલઘરના ગડચિનચલે ગામમાં બે સાધુઓની મારી-મારીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી.કોઈએ તે ચોર હોવાની અફવા ઉડાવી હતી. ત્યારબાદ લોકો ભેગા થઈને તેમના પર તૂટી પડ્યા હતા. આ સંપૂર્ણ ઘટના ત્યાં હાજર રહેલા કેટલાક પોલીસકર્મીઓની સામે થઈ હતી. આરોપીઓએ સાધુની સાથે પોલીસ પર પણ હુમલો કરી દીધો હતો. હુમલા બાદ સાધુઓને હોસ્પિટલ લાવવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા. 

આ રીતે થઈ ધરપકડ
પાલઘરના ડીએમ શિંદેએ જણાવ્યું કે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે, ગામવાળા કાર પર લાકડી અને પથ્થરોથી હુમલો કરી રહ્યાં છે. વીડિયોના આધાર પર અને તપાસ બાદ 110 લોકોની ઓળખ કરી તેના વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે અને તે બધાની ધરપકડ કરી લેવામાં આવી છે. 

સાધુ-સંતોની એનએસએ લગાવવાની માગ
પાલઘરમાં સાધુઓની હત્યા બાદ સંત સમાજ ખુબ દુખી છે. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ ઘટનાને લઈને સરકારને ચેતવણી આપી છે કે જો હત્યારા પર કાર્યવાહી થશે નહીં તો મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ આંદોલન થશે. તો બીજીતરફ ભાજપના સાંસદ સાક્ષી મહારાજે ટ્વીટ કરીને આરોપીઓ પર એનએસએ લગાવવાની માગ કરી છે. આમ ન થવા પર તેમણે મહારાષ્ટ્ર સરકારને સાધુઓના ક્રોધનો સામનો કરવાની ચેતવણી આપી છે. 

શરમજનક, ભયાનક અને બર્બરતાપૂર્ણ ઘટના
આ ઘટના બાદ રાજકીય ગરમાવો પણ આવી ગયો છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, પાલઘરમાં મોબ લિંચિંગની ઘટનાનો વીડિઓ ચોંકાવનારો અને અમાનવીય છે. આવા આપદાના સમયમાં આ પ્રકારની ઘટના વધુ પરેશાન કરનારી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે પણ આ ઘટનાને શરમજનક અને ભયાનક કહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news