બંગાળમાં હિંસા મુદ્દે ચૂંટણી પંચ આકરા પાણીએ, મોટી કાર્યવાહી કરતા પ્રચારનો સમય ઘટાડ્યો
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે હિંસા બાદ મોટી કાર્યવાહી કરી છે. પર્યવેક્ષક અધિકારીઓના રિપોર્ટ બાદ આ કાર્યવાહી કરાઈ છે. ચૂંટણી પંચે અનેક મોટા અધિકારીઓની હકાલપટ્ટી કરી. પશ્ચિમ બંગાળના પ્રધાન સચિવને હટાવવામાં આવ્યાં. ચૂંટણી પંચે બંગાળમાં પ્રચારનો સમય ઘટાડ્યો. સાતમા તબક્કા માટે કોઈ પણ પ્રકારની રેલી, રોડ શો પર રોક લગાવવામાં આવી છે. આ આદેશ આવતી કાલે રાતે 10 વાગ્યા પછી લાગુ થશે.
Trending Photos
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે હિંસા બાદ મોટી કાર્યવાહી કરી છે. પર્યવેક્ષક અધિકારીઓના રિપોર્ટ બાદ આ કાર્યવાહી કરાઈ છે. ચૂંટણી પંચે અનેક મોટા અધિકારીઓની હકાલપટ્ટી કરી. પશ્ચિમ બંગાળના પ્રધાન સચિવને હટાવવામાં આવ્યાં. ચૂંટણી પંચે બંગાળમાં પ્રચારનો સમય ઘટાડ્યો. સાતમા તબક્કા માટે કોઈ પણ પ્રકારની રેલી, રોડ શો પર રોક લગાવવામાં આવી છે. આ આદેશ આવતી કાલે રાતે 10 વાગ્યા પછી લાગુ થશે. હવે ડમડમ, બરાસત, બસીરહાટ, જયનગર, મથુરપુર, જાદવપુર, ડાયમન્ડ હાર્બર, દક્ષિણ અને ઉત્તર કોલકાતામાં આવતી કાલ રાત 10 વાગ્યા પછી ચૂંટણી પ્રચાર થઈ શકશે નહીં.
પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી 2019 દરમિયાન હિંસાને જોતા ચૂંટણી પંચે આગામી 19મી મે સુધી ચૂંટણી પ્રચાર પર રોક લગાવી દીધી છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની 9 લોકસભા બેઠકો પર તમામ રાજકીય પક્ષોના ચૂંટણી પ્રચાર પર રોક લગાવી છે. 19મી મેના રોજ થનારા સાતમા તબક્કાના મતદાન માટે તમામ પાર્ટીઓની રેલીઓ, જનસભાઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂકાયો છે.
જુઓ LIVE TV
વાત જાણે એમ છે કે મંગળવારે કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન ટીએમસી કાર્યકરોએ પથ્થરબાજી અને આગચંપી કરી હતી. આ અગાઉ પણ પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી હિંસા ચરમસીમાએ હતી. ચૂંટણી પંચના આદેશ મુજબ ગુરુવારે રાતે 10 વાગ્યા બાદથી કોઈ પણ રાજકીય પક્ષ પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરી શકશે નહીં.
આ રીતે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં પ્રચારનો સમય ઘટાડી દીધો છે. ચૂંટણી પ્રચાર 17 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. ચૂંટણી પંચે કહ્યું કે કોલકાતામાં વિદ્યાસાગરની મૂર્તિ તૂટવાનું દુ:ખ છે. આશા છે કે હિંસામાં સામેલ લોકોની પ્રશાસન જલદી ધરપકડ કરીને કાર્યવાહી કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે