Ankita Murder Case Update: CM ધામીના આશ્વાસન બાદ તૈયાર થયો પરિવાર, NIT ઘાટ પર થશે અંકિતાના અંતિમ સંસ્કાર

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના આશ્વાસન બાદ અંકિતા ભંડારીનો પરિવાર તેના અંતિમ સંસ્કાર કરવા માટે તૈયાર થઈ ગયો છે. મુખ્યમંત્રી ધામીએ કહ્યું કે તેમને પરિવારની દરેક માંગ મંજૂર છે. 

Ankita Murder Case Update: CM ધામીના આશ્વાસન બાદ તૈયાર થયો પરિવાર, NIT ઘાટ પર થશે અંકિતાના અંતિમ સંસ્કાર

દેહરાદૂનઃ Uttarakhand News: મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી  (Pushkar Singh Dhami) ના આશ્વાસન બાદ અંકિતા ભંડારી  (Ankita Bhandari) નો પરિવાર તેના અંતિમ સંસ્કાર કરવા માટે તૈયાર થઈ ગયો છે. અંકિતાના અંતિમ સંસ્કાર NIT ઘાટ પર કરવામાં આવશે. મુખ્યમંત્રી ધામીએ કહ્યુ કે, તેમને પરિવારની માંગ મંજૂર છે. અંકિતા ઋષિકેશના એક રિઝોર્ટમાં કામ કરતી હતી અને તેની હત્યા કરી દેવામાં આવી હતી. અંકિતાનો મૃતદેહ નહેરમાંથી મળી આવ્યો હતો. આ મામલામાં પોલીસે રિઝોર્ટના માલિક પુલકિત આર્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. 

મુખ્યમંત્રીએ પરિવારને આપ્યું આશ્વાસન
તો અંકિતાનો પરિવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા પહેલા તેના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી રહ્યો હતો. અંકિતાના પિતા એમ્સના પ્રાઇમરી રિપોર્ટથી સંતુષ્ય નહતા, જેમાં કહેવામાં આવ્યું કે મોત પાણીમાં ડૂબવાને કારણે થયું છે. પરિવારની નારાજગી જોતા સીએમ ધામીએ અંતિમ સંસ્કાર કરવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રી ધામીએ પરિવારને કહ્યું કે તમારી દરેક માંગ મંજૂર છે. તેમણે કહ્યું કે કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે. તેમણે ફાસ્ટ ટ્રેક કોર્ટ માટે રાજ્યના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો છે. સાથે કહ્યું કે પોસ્ટમોર્ટમનો ડિટેલ રિપોર્ટ પરિવારને સોંપવામાં આવશે. 

NIT લઈ જવામાં આવી રહ્યો છે મૃતદેહ
મુખ્યમંત્રીના આશ્વાસન બાદ પરિવાર અંકિતાના અંતિમ સંસ્કાર માટે તૈયાર થયો છે અને મૃતદેહ લેવા માટે મોર્ચરી પહોંચ્યો હતો. મૃતદેહને પૌડી ગઢવાલના શ્રીકોટ લાવવામાં આવ્યો અને હવે અંતિમ સંસ્કાર એનઆઈટી ઘાટ પર કરવામાં આવશે. પુત્રીની હત્યાથી નારાજ પિતાએ આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. તેમણે આશંકા વ્યક્ત કરી કે રિઝોર્ટને ધ્વસ્ત કરવાથી પૂરાવાનો પણ નાશ થશે. પોલીસે આ આરોપોને નકારતા કહ્યું કે ઘટના સાથે સંબંધિત તમામ પૂરાવા પહેલા ભેગા કરી લેવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

Trending news