7 વર્ષની બાળકી સાથે હેવાનિયત, પલંગ નીચેથી મળી લોહીથી લથબથ
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરથી 7 વર્ષની એક બાળકી સાથે બળાત્કારીએ હેવાનિયતની તમામ હદો પાર કરી દીધી. બળાત્કાર બાદ લોહીથી લથબથ બાળકીને બેભાન અવસ્થામાં ફેંકીને ફરાર થઇ ગયો. પોલીસે સારવાર માટે માસૂમને સરકારી હોસ્પિટલમાં ભરતી કરાવી છે.
Trending Photos
શાહજહાંપુર: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરથી 7 વર્ષની એક બાળકી સાથે બળાત્કારીએ હેવાનિયતની તમામ હદો પાર કરી દીધી. બળાત્કાર બાદ લોહીથી લથબથ બાળકીને બેભાન અવસ્થામાં ફેંકીને ફરાર થઇ ગયો. પોલીસે સારવાર માટે માસૂમને સરકારી હોસ્પિટલમાં ભરતી કરાવી છે. જ્યાં તેની હાલત ખૂબ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. શાહજહાંપુરના આરસી મિશન પોલીસ ક્ષેત્રમાં શુક્રવારની રાત્રે લગ્નમાં સામેલ થવા આવેલી સાત વર્ષની એક બાળકી સાથે બળાત્કારની ઘટના થઇ હતી.
પોલીસે બાળકીની માતાની ફરિયાદ આધારે અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ કેસ દાખલ કરી લીધો છે અને કેસની તપાસ કરી રહી છે. જોકે અત્યાર સુધી રેપિસ્ટનો સુરાગ મળ્યો નથી. આરસી મિશન પોલીસ મથકના પ્રવેશ સિંહે જણાવ્યું કે નોઇડાની રહેવાસી એક મહિલા પોતાની સાત વર્ષની પુત્રીને લઇને નણંદની પુત્રીના લગ્નમાં રૌસર ગામ આવી હતી.
શુક્રવારે રાત્રે તેની પુત્રી સુતી હતી ત્યારે અજાણ્યો વ્યક્તિ ઉઠાવી લઇ ગયો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યા બાદ લોહીથી લથપથ અને બેભાન અવસ્થામાં પલંગ નીચે ફેંકીને ફરાર થઇ ગયો. રક્તસ્ત્રાવના લીધે તેની હાલાત ચિંતાજનક છે.
થોડા દિવસો અગાઉ ઓડિશાથી એક કિશોર દિવ્યાંગ બાળકી સાથે બળાત્કારનો મામલો સામે આવ્યો હતો. અહીં ગામની પંચાયત સગીરા સાથે બળાત્કાર ગુજારનાર વ્યક્તિને બચાવવામાં લાગી હતી. પંચાયતે 4 મહિના સુધી આરોપી વિરૂદ્ધ કોઇ કાર્યવાહી ન કરી અને કેસને દબાવવામાં લાગી રહી. આ દરમિયાન પીડિત બાળકી ગર્ભવતી થઇ ગઇ, ત્યારે તેના ઘરવાળાઓએ પોલીસમાં ફરિયાદ કરી.
પોલીસે પણ કેસની ગંભીરતાને જોતાં તાત્કાલિક કાર્યવાહી અને આરોપી 48 વર્ષીય બ્રજબંધૂ સાહૂની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે આરોપી ગદાધર પ્રસાવ ગામનો રહેવાસી છે અને તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. પોલીસે જણાવ્યું કે રેપની આ ઘટના લગભગ 4 મહિના જૂની છે. આરોપી બ્રજબંધુ સાહૂએ પીડિતાને દિવ્યાંગ હોવાનો ફાયદો ઉઠાવી રેપ ગુજાર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે