મદરેસાઓ માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય

અલ્પસંખ્યક મામલાઓના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીના નેતૃત્વમાં મંગળવારે દિલ્હીના અંત્યોદય ભવનમાં મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશનની 112મી ગવર્નિંગ બોડી અને 65મી સામાન્ય સભા યોજાઈ.

મદરેસાઓ માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય

નવી દિલ્હી: અલ્પસંખ્યક મામલાઓના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીના નેતૃત્વમાં મંગળવારે દિલ્હીના અંત્યોદય ભવનમાં મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશનની 112મી ગવર્નિંગ બોડી અને 65મી સામાન્ય સભા યોજાઈ. આ બેઠક બાદ મુખ્તાર અબ્બાસ નકવીએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં કહ્યું કે "મોદી સરકારે સાંપ્રદાયિકતા અને તૃષ્ટિકરણની 'બીમારી'ને ખતમ કરી છે અને દેશમાં સ્વસ્થ સમાવેશી વિકાસનો માહોલ બનાવ્યો છે." નકવીએ કહ્યું કે સરકાર સમાવેશી વિકાસ, સર્વસ્પર્શી વિશ્વાસ પ્રત્યે પ્રતિબદ્ધ છે. 

— ANI (@ANI) June 11, 2019

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે દેશભરમાં મોટી સંખ્યામાં મદરેસાઓને ઔપચારિક શિક્ષણ અને મુખ્ય પ્રવાહના શિક્ષણ સાથે જોડાશે જેથી કરીને મદરેસામાં ભણતા બાળકો પણ સમાજના વિકાસમાં યોગદાન આપી શકે. તેમણે અલ્પસંખ્યકોને મળનારી સ્કોલરશીપ પર કહ્યું કે કેન્દ્ર સરકાર પાંચ કરોડથી વધુ ગરીબ અલ્પસંખ્યક વર્ગોના ગરીબ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને વજીફા આપશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અલ્પસંખ્યક વર્ગોના સશક્તિકરણની સાથે શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસ માટે પણ પ્રતિબદ્ધ છે. 

જુઓ LIVE TV

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અલ્પસંખ્યક વર્ગની શાળાઓ છોડનારી છોકરીઓને દેશના પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાનોના 'બ્રિજ કોર્સ' દ્વારા શિક્ષણ અને રોજગાર સાથે જોડાશે. તેમણે કહ્યું કે મદરેસા શિક્ષકોના તાલીમના કાર્યક્રમને આવતા મહિને લોન્ચ કરાશે. મદરેસાઓમાં મુખ્ય પ્રવાહના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મદરેસાઓના શિક્ષકોને વિભિન્ન શૈક્ષણિક સંસ્થાઓમાંથી તાલીમ અપાવાશે. નકવીએ કહ્યું કે કેન્દ્ર સરકાર 3ઈ સ્કીમ હેઠળ એજ્યુકેશન (શિક્ષણ), એમ્પ્લોયમેન્ટ (રોજગાર અને રોજગારની તકો) તથા એમ્પાવરમેન્ટ (સામાજિક-આર્થિક સશક્તિકરણ)થી આગામી પાંચ વર્ષોમાં 5 કરોડ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાશે. તેમાં 50 ટકાથી વધુ છોકરીઓને સામેલ કરાશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news