6 દિવસના બાળક માટે દેવદૂત બન્યા આદિત્ય ઠાકરે, રંગ લાવી સોશિયલ મીડિયાની મુહિમ
મહારાષ્ટ્રમાં મુંબઇના મુલુંડ સ્થિત ફોર્ટિસ હોસ્પિટલમાં ફક્ત 6 દિવસના નવજાત બાળક આરજૂ અંસારી જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે. છ દિવસ પછી આરજૂ અંસારીના હાર્ટમાં જન્મથી ત્રણ વોલ બ્લોક છે અને છેદ છે.
Trending Photos
મુંબઇ: મહારાષ્ટ્રમાં મુંબઇના મુલુંડ સ્થિત ફોર્ટિસ હોસ્પિટલમાં ફક્ત 6 દિવસના નવજાત બાળક આરજૂ અંસારી જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે. છ દિવસ પછી આરજૂ અંસારીના હાર્ટમાં જન્મથી ત્રણ વોલ બ્લોક છે અને છેદ છે. જીવત રહેવા માટે આરજૂને તાત્કાલિક હાર્ટ સર્જરી જરૂર છે. તેના માતા પિતા અબ્દુલ અંસારીને આ વાતની ખબર પડી તો મનીએ તેમના પગ જમીન નીચેથી સરકી ગયા. પરંતુ આર્થિક તંગી હોવા છતાં અબ્દુલ અંસારીએ પોતાનું ધૈર્ય ગુમાવ્યું નહી અને આ નિશ્વિય કર્યો કે તે પોતાના બાળકની સારવાર કરાવશે.
આરજૂના પિતા અબ્દુલ અંસારીના બાળકની સારવાર માટે એડી ચોટીનો જોર લગાવી દીધું. સરકારી હોસ્પિટલથી નિરાશા હાથ લાગ્યા બાદ અબ્દુલ અંસારી નવજાત બાળક આરજૂને લઇને મુલુંડના ફોર્ટિસ હોસ્પિટલ ગયા, જ્યાં તેમને ખબર પડી કે બાળકની સારવારમાં લગભગ બે અઢી લાખ રૂપિયાનો ખર્ચ આવશે. તમામ પ્રયત્નો છતાં અબ્દુલ અંસારી પૈસા એકઠા કરવામાં અસમર્થ સાબિત થયો, ત્યારે તેમણે પોતાના પરિચિત લોકો પાસે મદદની અપીલકરી. તેમાંથી કોઇ પરિચિતે આ વાત સોશિયલ મીડિયા પર પહોંચાડી દીધી.
ત્યારબાદ રાજ્યના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્રએ બાળકની સારવાર માટે આર્થિક મદદ પહોંચાડવાનો નિર્ણય લીધો. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી મુહિમ અને આદિત્ય ઠાકરે પાસેથી મદદ મળ્યા બાદ આરજૂની સારવાર અત્યારે હોસ્પિટલમાં ચાલી રહી છે. અબ્દુલ અંસારી હવે આદિત્ય ઠાકરેની મદદથી ખુશ છે અને હવે તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. તેમને આશા છે કે આરજૂ હવે જલદી સ્વસ્થ્ય થઇ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે