મુંબઈ સેન્ટ્રલ - નવી દિલ્હી દુરંતો એક્સપ્રેસ હવે વધારાના સીટિંગ કોચ સાથે દોડશે

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 22209/22210 મુંબઈ સેન્ટ્રલ - નવી દિલ્હી દુરંતો એક્સપ્રેસમાં એક વધારાનો સીટિંગ કોચ જોડવામાં આવ્યા છે. ટ્રેન નંબર 22209 માં વધારાના સીટિંગ કોચનું બુકિંગ 20.01.2022 થી પીઆરએસ કાઉન્ટરો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે.

મુંબઈ સેન્ટ્રલ - નવી દિલ્હી દુરંતો એક્સપ્રેસ હવે વધારાના સીટિંગ કોચ સાથે દોડશે

મુંબઈ: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 22209/22210 મુંબઈ સેન્ટ્રલ - નવી દિલ્હી દુરંતો એક્સપ્રેસમાં એક વધારાનો સીટિંગ કોચ જોડવામાં આવ્યા છે. ટ્રેન નંબર 22209 માં વધારાના સીટિંગ કોચનું બુકિંગ 20.01.2022 થી પીઆરએસ કાઉન્ટરો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે આ કોચમાં એટલે કે ટ્રેન નંબર 22209 મુંબઈ સેન્ટ્રલ - નવી દિલ્હી દુરંતો એક્સપ્રેસના સેકન્ડ સીટિંગ કોચમાં કેટરિંગની કોઈ સેવા નહીં હોય.

હોલ્ટના સમય, કંપોઝીશન વગેરે બાબતે વિગતવાર માહિતી માટે યાત્રીઓને વિનંતી છે કે www.enquiry.indianrail.gov.in ની વિઝીટ કરવી.નોંધનીય છે કે આ સંપૂર્ણ આરક્ષિત ટ્રેનમાં ફક્ત કન્ફર્મ ટિકિટ ધરાવતા યાત્રીઓને જ મુસાફરી કરવાની મંજૂરી અપાશે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય સ્થાન પર COVID-19 સંબંધિત તમામ માપદંડો, એસઓપીનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news