અમિત શાહની શું હશે ભૂમિકા? NDA ની અંદર સ્થિતિ બદલાઈ ગઈ, આ તસવીરને જુઓ

હવે તે નક્કી છે કે મોદી 3.0 સરકારમાં ઘણું બદલવાનું છે. ભાજપની ઉપર એનડીએના સહયોગી દળો ખાસ કરી જેડીયૂ અને ટીડીપીનો ખાસ દબાવ રહેશે. કોને કયું મંત્રાલય મળશે અને કોના કેટલા મંત્રી બનશે તે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભાજપ નેતાઓની ભૂમિકા આ વખતે અલગ-અલગ હશે. 

અમિત શાહની શું હશે ભૂમિકા? NDA ની અંદર સ્થિતિ બદલાઈ ગઈ, આ તસવીરને જુઓ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના ચૂંટણી પરિણામોનું અલગ-અલગ રીતે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. હાર-જીત બાદ હવે નવી સરકાર બનાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે. તે નક્કી છે કે આગામી સરકાર એનડીએની બનવા જઈ રહી છે. આ વખતે ભાજપની સરકાર બનવા જઈ રહી છે તે વાત પર ભાર ઓછો છે. આ વખતે જોર એનડીએ પર છે. કારણ છે કે પાર્ટી બહુમતથી દૂર છે. દિલ્હીમાં બુધવારે એનડીએની બેઠક થઈ અને આ બેઠકમાં સર્વસંમત્તિથી નરેન્દ્ર મોદીને નેતા ચૂંટવામાં આવ્યા. બેઠક બાદ જે તસવીર સામે આવી છે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સાથે તસવીરથી તે પણ ખબર પડી રહી છે કે મોદી 3.0 માં કોનું કદ વધવાનું છે. 2019 અને 5 વર્ષ બાદ 2024 એનડીએ નેતાઓની તસવીર જોવાથી ખ્યાલ આવે છે કે સ્થિતિ બદલાય છે. નરેન્દ્ર મોદીની નજીક દેખાતા નેતા હવે દૂર જોવા મળી રહ્યાં છે. તો જે દૂર હતા તે નજીક જોવા મળી રહ્યાં છે.

બુધવારે એનડીએ નેતાઓની બેઠક યોજાઈ હતી. બેઠકની જે તસવીર સામે આવી તેમાં પીએમ મોદીની નજીકમાં ચંદ્રબાબૂ નાયડૂ અને ત્યારબાદ નીતિશ કુમાર ઉભા હતા. આ સાથે એનડીએના બીજા સહયોગી શિવસેના, એનસીપીના નેતા જોવા મળી રહ્યાં છે. તસવીરમાં ચિરાગ પાસવાન, અનુપ્રિયા પટેલ અને બીજા એનડીએના સહયોગી નેતા પણ જોવા મળી રહ્યાં છે. તો બીજીતરફ ભાજપના ત્રણ નેતા મોદીની બાજુમાં ઉભા છે. મોદીની સૌથી બાજુમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ત્યારબાદ રાજનાથ સિંહ અને પછી અમિત શાહ. પાછલા કાર્યકાળમાં નરેન્દ્ર મોદીની નજીકમાં હંમેશા અમિત શાહ જોવા મળતા હતા. પરંતુ અહીં દૂર ઉભા છે. રાજકીય વર્તુળોમાં આ તસવીરના અલગ-અલગ અર્થ કાઢવામાં આવી રહ્યાં છે. 

હવે બીજી તસવીરની વાત કરીએ. આ તસવીર વર્ષ 2019ની છે. ભાજપ સ્પષ્ટ બહુમતી મેળવી સત્તામાં આવે છે. એનડીએ નેતાઓની આ તસવીરમાં ઘણા એવા ચહેરા જોવા મળી રહ્યાં છે, જે હવે તેની સાથે નથી. ઉદ્ધવ ઠાકરે હવે ભાજપની સાથે નથી તો અકાલી દળ એનડીએમાં નથી. કેટલાક એવા નેતા છે જે આ દુનિયામાં રહ્યાં નથી. તો અમિત શાહ નરેન્દ્ર મોદીની નજીક જોવા મળી રહ્યાં છે. આ વખતની તસવીરમાં અમિત શાહ થોડા દૂર છે. 

આ સિવાય મોદી સરકારના બીજા કાર્યકાળમાં પાર્ટીની બેઠક હોય કે પછી સરકારની બેઠક, બંને જગ્યા પર અમિત શાહની હાજરી નરેન્દ્ર મોદીની નજીક રહેતી હતી. હવે મોદી 3.0 માં શું આ ક્રમ તૂટી શકે છે. ભાજપના જીતેલા નેતાઓની શું ભૂમિકા રહેશે, કોણ મંત્રી બે છે કોણ નહીં, તેની માહિતી એક-બે દિવસમાં મળી જશે. પરંતુ એકવાત સ્પષ્ટ છે કે આ વખતે તસવીર અલગ હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news