એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટીમાં કોરોના પોઝીટીવ કેસ આવતા તંત્ર દોડતું થયું

મહારાષ્ટ્ર ખાતે એશિયાની સૌથી મોટી સ્લમ વસાહતમાં ગુરુવાર(2 એપ્રિલ) ના રોજ એક 46 વર્ષીય સફાઇ કર્મચારીના મૃત્યુ બાદ બીજો કોવીડ 19નો કેસ પોઝિટિવ આવ્યો છે. આ 52 વર્ષીય બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીનો રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યો છે, તેઓ મુંબઇના વરલી ખાતે રહે છે પરંતુ તેઓ ધારાવી ખાતે સફાઇ કર્મી તરીકે કાર્યરત હતા. બીએમસી અનુસાર તેઓ માહિમ ફાટક, ઘારાવી ખાતે સેવા પર હતા.
એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટીમાં કોરોના પોઝીટીવ કેસ આવતા તંત્ર દોડતું થયું

મુંબઇ : મહારાષ્ટ્ર ખાતે એશિયાની સૌથી મોટી સ્લમ વસાહતમાં ગુરુવાર(2 એપ્રિલ) ના રોજ એક 46 વર્ષીય સફાઇ કર્મચારીના મૃત્યુ બાદ બીજો કોવીડ 19નો કેસ પોઝિટિવ આવ્યો છે. આ 52 વર્ષીય બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીનો રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યો છે, તેઓ મુંબઇના વરલી ખાતે રહે છે પરંતુ તેઓ ધારાવી ખાતે સફાઇ કર્મી તરીકે કાર્યરત હતા. બીએમસી અનુસાર તેઓ માહિમ ફાટક, ઘારાવી ખાતે સેવા પર હતા.

મજબૂરી : લોકડાઉનમાં 1066 કિમી ચાલીને સુરતની ગરીબ ગર્ભવતી મહિલા લખનઉ પહોંચી
 
તેમનામાં કોરોનાના લક્ષણ જણાઇ આવતા તેમને બીએમસી અધિકારીઓ દ્વારા ટ્રીટમેન્ટ લેવાનુ કહેવાયુ હતુ અને હાલ તેઓ સ્વસ્થ હોવાનુ કહેવાઇ રહ્યુ છે, જો કે તેમના પરિવાર અને 23 સાથી કર્મચારીઓને હાલમાં ક્વોરન્ટાઇન થવાની સલાહ અપાઇ છે.46 વર્ષીય ધારાવી વસાહતીનુ મૃત્યુ થતા બુધવારે સત્તાધીશોને આ હાઉસિંગ સોસાયટી સાલ કરવાની ફરજ પડી હતી. સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી(એસઆરએ) ની બિલ્ડીંગમાં વસતા આ દર્દીએ કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને હવે તેમના ધરના 8 સભ્યોને પણ આઇસોલેટ કરાયા છે.

આ સંજોગો દરમ્યાન, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ કોવીડ 19ના કન્ફર્મ થયેલા કેસોની સંખ્યા 1,965 સુધી પહોંચ્યો છે, જ્યારે મૃત્યુનો આંકડો 50 સુધી પહોંચ્યો છે(એપ્રિલ 2,2020). હાલની પરિસ્થિતિએ કોવીડ 19 ના એક્ટિવ કેસીસ 1764 કેસીસ છે, જે પૈકી 150થી પણ વધારે લોકોને રજા આપી ચુકવામાં આવી છે. જ્યારે એખ અન્ય રાષ્ટ્રનો છે. 9 લોકોનાં હાલમાં જ મોત નિપજ્યાં છે. જેમાં 4 લોકો મહારાષ્ટ્રનાં છે, જ્યારે ત્રણ મધ્યપ્રદેશ અને એક એક વ્યક્તિ મધ્યપ્રદેશ અને પંજાબમાંથી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news