ઈમરાન ખાને વ્યક્ત કરી હતી આ એક 'ઈચ્છા', PM મોદીએ પત્ર લખીને આપી દીધો જવાબ

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને લોકસભા ચૂંટણી જીતવા બદલ પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન સંદેશો પાઠવ્યો હતો.

ઈમરાન ખાને વ્યક્ત કરી હતી આ એક 'ઈચ્છા', PM મોદીએ પત્ર લખીને આપી દીધો જવાબ

નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને લોકસભા ચૂંટણી જીતવા બદલ પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન સંદેશો પાઠવ્યો હતો. ત્યારબાદ આઠ જૂનના રોજ એક પત્ર લખીને બંને દેશો વચ્ચે વાતચીત માટે આગ્રહ કર્યો હતો. જેનો જવાબ આપતા પીએમ મોદીએ તેમને પત્ર લખ્યો છે. આ પત્રમાં પીએમ મોદીએ કહ્યું છે કે બંને દેશો વચ્ચેના સંબંધો ત્યારે જ સુધરી શકે છે કે જ્યારે પાકિસ્તાન આતંકવાદ પર નક્કર કાર્યવાહી કરીને બતાવે. 

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આઠ જૂનના રોજ પોતાના  ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીને પત્ર લખીને કહ્યું હતું કે કાશ્મીર મુદ્દા સહિત તમામ સમાધાન યોગ્ય સમસ્યાઓના ઉકેલ માટે પાકિસ્તાન ભારત સાથે વાત કરવા માંગે છે. હકીકતમાં તેના એક દિવસ પહેલા ભારતે કહ્યું હતું કે બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન સિવાય બંને નેતાઓ વચ્ચે કોઈ દ્વિપક્ષીય બેઠક યોજાશે નહીં. 

જુઓ LIVE TV

ભારતના વડાપ્રધાન પદ પર બીજા કાર્યકાળ માટે પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવતા ખાને પત્રમાં કહ્યું હતું કે બંને રાષ્ટ્રો વચ્ચે વાર્તા જ બંને દેશોના લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં મદદ કરવાનું એકમાત્ર સમાધાન છે તથા તે માટે જરૂરી છે કે ક્ષેત્રીય વિકાસ માટે સાથે મળીને કામ કરવામાં આવે. ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીર મુદ્દા સહિત તમામ સમસ્યાઓનું સમાધાન ઈચ્છે છે. મોદીના સત્તામાં પાછા ફર્યા બાદ આવું  બીજીવાર બન્યું છે કે જ્યારે પાકિસ્તાની વડાપ્રધાને બંને દેશોના લોકોના સારા ભવિષ્ય માટે ભારતની સાથે મળીને કામ કરવાની આકાંક્ષા વ્યક્ત કરી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news