Farmer Protest: ખેડૂતો સાથે થનારી મહત્વપૂર્ણ બેઠક પહેલા કેન્દ્રીય કૃષિમંત્રીએ આપ્યું મોટું નિવેદન
કેન્દ્ર અને પ્રદર્શનકારી ખેડૂતો વચ્ચે શુક્રવારે એટલે કે આજે થનારી મહત્વપૂર્ણ બેઠક અગાઉ કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મોટું નિવેદન આપ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્ર અને પ્રદર્શનકારી ખેડૂતો (Farmers) વચ્ચે શુક્રવારે એટલે કે આજે થનારી મહત્વપૂર્ણ બેઠક અગાઉ કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) ગુરુવારે એક નિવેદન આપતા કહ્યું કે સરકાર ત્રણ નવા કૃષિ કાયદા પાછા ખેંચવા સિવાયના કોઈ પણ પ્રસ્તાવ પર વિચાર કરવા માટે તૈયાર છે. જો કે ખેડૂતોની કેન્દ્ર સરકાર પાસે મુખ્ય એક માગણી છે કે સરકાર નવા કૃષિ કાયદા (Farm Laws) પાછા ખેંચે.
આંદોલનકારી ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વાર્તાનું નેતૃત્વ સરકાર તરફથી ખાદ્ય મંત્રી પીયુષ ગોયલ અને વાણિજ્ય રાજ્યમંત્રી સોમ પ્રકાશ મળીને નરેન્દ્ર સિંહ તોમર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ હજુ પણ કહી શકે નહીં કે આઠ જાન્યુઆરીના રોજ વિજ્ઞાન ભવનમાં બપોરે 2 વાગે 40 પ્રદર્શનકારી ખેડૂત સંગઠનોના નેતાઓ સાથે થનારી બેઠકનું પરિણામ શું આવશે?
મંત્રીએ પંજાબના નાનકસર ગુરુદ્વારાના પ્રમુખ બાબા લખાને ગતિરોધ ખતમ કરવા માટે એક પ્રસ્તાવ આપ્યો હોવાની વાતનો પણ ઈન્કાર કર્યો. તેઓ રાજ્યના એક જાણીતા ધાર્મિક નેતા છે.
સરકાર અને ખેડૂત સંગઠનોની બેઠક
શુક્રવારે બેઠકના સંભવિત પરિણામો અંગે તેમને પૂછવામાં આવ્યું તો તોમરે પત્રકારોને કહ્યું કે હું હાલ કશું કહી શકું નહી. અસલમાં તે એ વાત પર નિર્ભર કરે છે કે બેઠકમાં ચર્ચા માટે કયા મુદ્દા ઉઠે છે.
સરકાર સાથે વાતચીત પહેલા ખેડૂતોનું શક્તિ પ્રદર્શન
સરકાર સાથે વાતચીત પહેલા ગુરુવારે હજારોની સંખ્યામાં ખેડૂતોએ દિલ્હીની સરહદો પર પોતાના પ્રદર્શનસ્થળો સિંઘુ, ટિકરી અને ગાજીપુર બોર્ડર તથા હરિયાણાના રેવાસનથી ટ્રેક્ટર માર્ચ કાઢી. પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનોએ કહ્યું કે 26 જાન્યુઆરીના રોજ હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાંથી રાજધાની દિલ્હીમાં આવનારા ટ્રેક્ટરોની પ્રસ્તાવિત પરેડ અગાઉ આ માત્ર 'રિહર્સલ' છે.
કેન્દ્ર અને આંદોલન કરી રહેલા 40 ખેડૂત સંગઠનોના નેતાઓ વચ્ચે અત્યાર સુધી થયેલી વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નથી. જો કે 30 ડિસેમ્બરે થયેલી બેઠકમાં કઈક સફળતા મળી હતી જ્યારે સરકારે વીજળી સબસિડી અને પરાલી બાળવા અંગે આંદોલનકારી ખેડૂતોની માગણીઓ સ્વીકારી લીધી હતી.
પ્રદર્શનકારી ખેડૂતો દિલ્હીની સરહદો પર એક મહિનાથી વધુ સમયથી ડેરો જમાવીને બેઠા છે અને ત્રણેય નવા કૃષિ કાયદાઓને પાછી ખેંચવાની માગણી કરી રહ્યા છે. તેઓ પાક માટે MSPની ગેરંટી પણ માંગી રહ્યા છે. આ પ્રદર્શનકારી ખેડૂતોમાં મોટાભાગના ખેડૂતો પંજાબ અને હરિયાણાથી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે