Corona Update: Vaccination પહેલા આજે દેશના 736 જિલ્લામાં એક સાથે ડ્રાય રન, જાણો ક્યારથી શરૂ થશે રસીકરણ

દેશમાં કોરોના વાયરસ સામે જંગ જીતવા માટે સરકારે 2 કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ હવે દેશમાં રસીકરણ શરૂ થવાની તૈયારી છે. રસીકરણ અગાઉ આજે આખા દેશમાં સૌથી મોટી ડ્રાય રન કરવામાં આવશે.

Corona Update: Vaccination પહેલા આજે દેશના 736 જિલ્લામાં એક સાથે ડ્રાય રન, જાણો ક્યારથી શરૂ થશે રસીકરણ

નવી દિલ્હી:  દેશમાં કોરોના વાયરસ (Corona Virus) સામે જંગ જીતવા માટે સરકારે 2 કોરોના રસી (Corona Vaccine) ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ હવે દેશમાં રસીકરણ શરૂ થવાની તૈયારી છે. રસીકરણ અગાઉ આજે આખા દેશમાં સૌથી મોટી ડ્રાય રન (Dry Run) કરવામાં આવશે. જેમાં રસીકરણની પ્રક્રિયાને પરખવામાં આવશે. 

736 જિલ્લામાં આજે થશે ડ્રાય રનનું આયોજન
રસીકરણ અગાઉ આજે ઉત્તર પ્રદેશ અને હરિયાણાને બાદ કરરતા દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાના રસીકરણની ડ્રાય રન કરવામાં આવશે. જે હેઠળ દેશભરના 736 જિલ્લાઓમાં ડ્રાય રનનું આયોજન કરાશે. 

2 જાન્યુઆરીએ 125 જિલ્લામાં થઈ હતી ડ્રાય રન 
આ અગાઉ 2 જાન્યુઆરીના રોજ દેશભરના 125 જિલ્લાઓના 285 કેન્દ્રો પર કોરોના રસીની ડ્રાય રન કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત, પંજાબ અને આસામ ઉપરાંત અનેક રાજ્યોથી સારા પરિણામ આવ્યા હતા. પછી સરકારે સમગ્ર દેશમાં ડ્રાય રન કરવાનો નિર્ણય લીધો. તે પહેલા 28 અને 29 ડિસેમ્બરે દેશના 4 રાજ્યોમાં ડ્રાય રનનું આયોજન કરાયું હતું. 

ડો. હર્ષવર્ધને કરી રાજ્યોની સાથે બેઠક
ડ્રાય રન અગાઉ કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને ગુરુવારે રાજ્યોના આરોગ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે કહ્યું કે અમને રાજ્યો પાસેથી રસી અંગે ફીડબેક મળ્યા છે અને અમે તેના આધારે જરૂરી સુધારા પણ કર્યા છે. આ સાથે જ તેમણે રસી વિરુદ્ધ ફેલાવવામાં આવેલા દુષ્પ્રચાર ઉપર પણ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે તેનાથી રસીકરણની તૈયારીઓને ઝટકો લાગી શકે છે. 

ડ્રાય રનમાં શું થશે?
ડ્રાય રનમાં રસીના ડોઝ આપવાની સમગ્ર પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે. આ દરમિયાન કનેક્ટિવિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રેફ્રિજરેશન અને ટ્રાન્સપોર્ટેશનને પરખવામાં આવશે. આ દરમિયાન એ પણ જોવામાં આવશે કે જે જિલ્લાઓમાં રસીને સ્ટોર કરવામાં આવશે ત્યાંના રાજ્યોથી આખરી પોઈન્ટ સુધી પહોંચવામાં કોઈ પરેશાની તો નથી આવતી ને. આ ઉપરાંત રસીકરણ સેન્ટર પર સોશિયલ ડિસ્ટન્સિંગને કેવી રીતે મેન્ટેઈન કરવામાં આવશે તેની પણ તપાસ કરાશે. રસીકરણનો બધો ડેટા કોવિન(Co-Win) એપ પર અપલોડ થવાનો છે આથી ડ્રાય રન દરમિયાન એ પણ જોવામાં આવશે કે ડેટા અપલોડ કરવામાં કોઈ મુશ્કેલી તો નથી આવતી ને. 

દેશમાં 2 કોરોના રસીને મળી છે મંજૂરી
અત્રે જણાવવાનું કે ડ્રગ્સ કંટ્રોલર ઓફ ઈન્ડિયા (DCGI)એ 3 જાન્યુઆરીના રોજ સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ(Covishield)  અને ભારત બાયોટેકની કોવેક્સિન  (Covaxin)ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. આ અગાઉ રસી માટે બનેલી એક્સપર્ટ કમિટીએ 1 જાન્યુઆરીએ કોવિશીલ્ડ અને 2 જાન્યુઆરીના રોજ કોવેક્સિનને મંજૂરી આપી હતી. હવે DCGIની મંજૂરી મળ્યા બાદ ભારતમાં રસીનો ઉપયોગ શરૂ થઈ જશે. 

13 કે 14 જાન્યુઆરીના રોજ શરૂ થઈ શકે છે રસીકરણ
દેશભરમાં કોરોના રસીકરણ 13મી કે 14મી જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે. આરોગ્ય મંત્રાલય તરફથી તે અંગે કોઈ અધિકૃત જાણકારી આપવામાં નથી આવી પરંતુ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે રસીને મંજૂરી મળ્યાના 10 દિવસ બાદ રસીકરણનો કાર્યક્રમ શરૂ થઈ શકે છે. 

Total cases: 1,04,13,417

Active cases: 2,25,449

Total discharges: 1,00,37,398

Death toll: 1,50,570 pic.twitter.com/E9wHQLhtcP

— ANI (@ANI) January 8, 2021

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 18,139 કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 18,139 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા 1,04,13,417 પર પહોંચી છે. જો કે રાહતની વાત એ છે કે સાજા થનારાની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 20,539 લોકોએ કોરોનાને માત આપી. દેશમાં કોરોનાને હરાવનારાઓની કુલ સંખ્યા 1,00,37,398 થઈ છે. કોરોનાએ એક જ દિવસમાં 234 લોકોનો ભોગ લીધો. કુલ મૃત્યુનો આંકડો 1,50,570 થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news