સરકારનાં આશ્વાસનથી સંતુષ્ટ નથી, પ્રદર્શન ચાલુ જ રહેશે: BKU અધ્યક્ષ
દિલ્હી-ઉત્તરપ્રદેશની સીમા પર પ્રદર્શનકર્તા ખેડૂતોને મળ્યા બાદ કેન્દ્રીય કૃષી રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યુ કે સરકાર ખેડૂતોને વાત આગળ વધારવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
Trending Photos
ગાઝીયાબાદ : પોતાની માંગણી મુદ્દે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશનાં પ્રયાસ કરી રહેલા હજારો ખેડૂતોએ મંગળવારે સરકારના આ આશ્વાસન સાથે કોઇ લેવા ઇત્તેફાક નથી જણાવ્યું કે, મુખ્યમંત્રીઓની એક સમિતી તેમની માંગણીઓ પર વિચાર કરશે. ભારતીય ખેડૂત યૂનિયન (બીકેયુ)ના અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું કે, ખેડૂત સરકારનાં આશ્વાસનથી સંતુષ્ટ નથી. તેમણે કહ્યું કે, અમે આ અંગે વાતચીત કરીશું અને પછી આગળનું વલણ સ્પષ્ટ કરશે. હું એકલો કોઇ નિર્ણય નથી લઇ શકતો. અમારી સમિતી નિર્ણય કરશે.
દિલ્હી -ઉત્તરપ્રદેશની સીમા પર પ્રદર્શનકર્તા ખેડૂતોને મળ્યા બાદ કેન્દ્રીય કૃષી રાજ્યમંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે, સરકાર ખેડૂતોની વાતને આગળ વધારવા માટેનો નિર્ણય અપાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, એનજીટીનાં આ આદેશ મુદ્દે કોર્ટમાં જશે કે 10 વર્ષથી જુના ટ્રેક્ટરો અને વાહનો પર પ્રતિબંધ લાગવો જોઇએ.
ખેતીહર મજદુરના સંબંધોમાં ખેડૂતની સમસ્યા અંગે મંત્રીએ કહ્યું કે, સરકાર આ સમસ્યાના સમાધાન માટે ગ્રામણી વિસ્તારની દ્રષ્ટીએ લઘુત્તમ નિયમોમાં કેટલાક પરિવર્તન લાવવા અંગે વિચાર કરશે.
શેખાવતે કહ્યું કે, સરકારે ખેતમજુરના મુદ્દે વિચાર માટે છ મુખ્યમંત્રીઓની સમિતી બનાવી છે. સમિતી મનરેગાને ખેતી સાથે જોડવા અંગે વાતચીત કરી રહ્યા છે. તેમણે ખેડૂતોને કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહની તરફથી હું તમને વિશ્વાસમાં લેવા માંગુ છું કે હું આ સમિતિમાં ખેડૂતોનાં હિતોની વાત કરીશ અને મનરેગાને ખેતી સાથે જોડવા માટે પરિવર્તન જરૂર થશે. જો કે પ્રદર્શનકર્તા ખેડૂતોએ દિલ્હી સીમા પર જ ડેરા તંબુ તાણી લીધા છે. પોલીસે તેમને ત્યાં જ રોકી લીધા છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં નથી આવવા દેવાઇ રહ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે