બિગ બોસ 12 : અનૂપ જલોટાએ કર્યું બ્રેકઅપ, ચોધાર આંસુએ રોવા લાગી ગર્લફ્રેન્ડ જસલીન

65 વર્ષના ભજનસમ્રાટ અનૂપ જલોટા તેમનાથી 37 વર્ષની નાનકડી જસલીન મથારુ સાથે રિલેશનશીપમાં હતા

બિગ બોસ 12 : અનૂપ જલોટાએ કર્યું બ્રેકઅપ, ચોધાર આંસુએ રોવા લાગી ગર્લફ્રેન્ડ જસલીન

મુંબઈ : રિયાલિટી શો બિગ બોસ સિઝન 12માં પ્રેમીજોડી તરીકે 65 વર્ષના ભજનસમ્રાટ અનનૂપ જલોટા અને 28 વર્ષીય જસલીન સાથે જેની એન્ટ્રી થઇ હતી. તેમની વચ્ચેનો 37 વર્ષ જેટલો વયભેદ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. હવે અનૂપ જલોટાએ તેમનાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. આ વાતનો ખુલાસો અનુપ જલોટાએ પોતાના એક વીડિયોમાં કર્યો હતો. આ વખતે ઘરના મેમ્બરોને નોમિનેશન ટાસ્ક આપવામાં આવ્યું હતું. જેમાં સિંગલ્સે જોડીઓમાંથી કોઇ એકને કિડનેપ કરવાનો હોય છે. જેને છોડવા માટે કિડનેપર પોતાની પસંદગીની માગ મૂકી શકે છે. એવામાં ડિમાન્ડ પૂરી કરનાર જોડીદાર પોતાના સાથીને બચાવી શકે છે અથવા ડિમાન્ડ પૂરી ન થતા સિગલ્સ નેકસ્ટ નોમિનેશનને લઇને સેફ થઇ શકે છે. કિડનેપર બનેલા દીપિકા અને નેહા જસલીન તથા અનૂપની જોડીમાં અનૂપને કિડનેપ કરી લે છે. તેને આઝાદ કરવા માટે જસલીન પાસેથી પોતાના કપડાં, મેકઅપનો સામાન અને વાળ કાપી આપવાની માગ કરે છે.

જોકે આ સમયે જસલીનનું વલણ ચોંકાવનારું હોય છે. જસલીન આવું કંઇ પણ કરવા માટે તૈયાર નથી. આ સંજોગોમાં અનૂપ તેની પ્રાયોરિટી પર સવાલ ઊભા કરે છે. જસલીને કહ્યું હતું કે, અનૂપ તેમના માટે મહત્ત્વના છે પણ કપડાં ધોવા અને વાળ પણ મહત્ત્વના છે. જસલીનના આ પ્રકારના એટિટ્યૂડથી અનૂપ માયુસ થઇ જાય છે. અનૂપે એવું સ્વીકાર્યુ હતું કે, તેઓ પોતાની ગર્લફ્રેન્ડ જસલીનના કહેવાથી આ શોમાં આવ્યા હતા.

— COLORS (@ColorsTV) October 1, 2018

જસલીનના વર્તનને કારણે થયેલી વ્યથા વિશે મંતવ્ય વ્યક્ત કરતા અનૂપ કહે છે કે કપડાં અને મેકઅપના સામાનનો મોહ નથી છોડી શકતી તો આ સંબંધ આગળ વધારવાનો કોઇ અર્થ નથી. અનૂપે કહ્યું હતું કે, હવે હું એકલો છું અને આ જોડી તોડી રહ્યો છું. આ પ્રકારના ટાસ્કમાં માણસનું ઊંડાણ ખબર પડે છે. ટાસ્કમાં માત્ર કપડાં જ તો આપવાના હતા જીવ થોડી દેવાનો હતો? મને આપ્યું હોત તો હું મારા બધા કપડાં આપી દેત. અનૂપની બ્રેકઅપની જાહેરાત સાંભળીને જસલીન ચોધાર આંસુએ રોવા લાગે છે અને શોમાં નવો વળાંક આવી જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news