કોરોના સંકટ વચ્ચે દેશભરમાં આવતીકાલે યોજાશે NEET પરીક્ષા, ગાઇડલાઇન કરી જાહેર

કોરોના વાયરસ (Coronavirus) મહામારીને ધ્યાનમાં રાખતાં સાવધાની વચ્ચે રવિવારે મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ (NEET 2020)નું આયોજન થશે. જેમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ થવાની આશા છે. 

કોરોના સંકટ વચ્ચે દેશભરમાં આવતીકાલે યોજાશે NEET પરીક્ષા, ગાઇડલાઇન કરી જાહેર

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) મહામારીને ધ્યાનમાં રાખતાં સાવધાની વચ્ચે રવિવારે મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ (NEET 2020)નું આયોજન થશે. જેમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ થવાની આશા છે. 

13 સપ્ટેમ્બરના રોજ યોજાશે પરીક્ષા
કોરોના વાયરસના પ્રસારના કારણે નીટને પહેલા બે વખત ટાળવામાં આવી છે. મૂળરૂપથી આ પરીક્સા 3 મેના રોજ યોજાવવાની હતી અને પછી તેને 26 જુલાઇ માટે આગળ ટાળી દેવામાં આવી હતી. હવે આ પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ નિર્ધારિત છે. નીટ પરીક્ષા માટે 15.97 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 

કોરોનાના કારણે 1,297 પરીક્ષા કેન્દ્ર વધારવામાં આવ્યા
રાષ્ટ્રીય પરીક્સા એજન્સી (એનટીએ)ના અધિકારીઓએ જાણકારી શેર કરતાં જણાવ્યું કે સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખી પરીક્ષા કેન્દ્રોની સંખ્યાને મૂળ યોજના હેઠળ 2546 કેન્દ્રોથી વધારીને 3848 કરી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ દરેક રૂમમાં ઉમેદવારોની સંખ્યાને પૂર્વ નિર્ધારિત સંખ્યા 24 થી ઘટાડીને 12 કરી દેવામાં આવી છે. તમને જણાવી દઇએ કે (નીટ)ની પરીક્ષા પેન અને પેપર આધારીત પરીક્ષા છે જ્યારે એન્જીનિયરિંગ પરીક્ષા જેઇઇ મેંસ એવી ન હતી. 

સંક્રમણથી બચવા માટે બનાવ્યા કડક નિયમ
એનટીએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પરીક્ષા હોલ બાદ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે એન્ટ્રી અને એક્ઝિટની અલગ વ્યવસ્થા બનાવવામાં આવી છે. તેમને જણાવવવામાં આવ્યું કે અમે સ્થાનિક સ્તર  વિદ્યાર્થીઓને આવવા જવામાં મદદ અંગે રાજ્ય સરકારોને પણ લખ્યું છે જેથી વિદ્યાર્થી સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે.

કેટલાક વિદ્યાર્થીના કેન્દ્રમાં ફેરફાર
કોવિડ 19 પ્રતિબંધો તથા સોશિયલ ડિસ્ટન્સના અનુરૂપ પરીક્ષા એજન્સીએ આ અઠવાડિયે કેટલાક વિદ્યાર્થીના કેન્દ્રોમાં ફેરફાર પણ કર્યો છે. જેથી કોઇપણ ઉમેદવાર પરીક્ષા શહેરમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. પરીક્ષા કેન્દ્રના પ્રવેશ અદ્વારા અને પરીક્ષા રૂમની અંદર સેનિટાઇઝર ઉપલબ્ધ રહેશે અને પરીક્ષા પ્રવેશ પત્રને હાથ વડે તપાસ કરવાના બદલે તેને કોડ યુક્ત બનાવવામાં આવ્યું. આ સાથે જ રૂમમાં ઓછી સંખ્યામાં ઉમેદવારો અને પ્રવેશ તથા બહાર નિકળવા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. 

પરીક્ષા રૂમમાં પ્રવેશ પહેલાં  વિદ્યાર્થીઓને આપવામાં આવશે માસ્ક
અધિકારીએ જણાવ્યું કે ઉમેદવારોને માસ્ક અને સેનિટાઇઝ સાથે કેન્દ્ર પર આવવા માટે કહેવામાં આવ્યું છે. એકવાર કેન્દ્રમાં પ્રવેશ કર્યા બાદ તેમને પરીક્ષા સુપરવાઇઝર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ માસ્કનો ઉપયોગ થશે. તેમણે જણાવ્યું કે દરેક ઉમેદવારને પ્રવેશ વખતે ત્રણ સ્તરવાળું માસ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news