બિહાર: જેલમાં સજા કાપી રહેલા RJDના પૂર્વ સાંસદ શાહબુદ્દીનના ભત્રીજાની હત્યા

તિહાડ જેલમાં સજા કાપી રહેલા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના પૂર્વ સાંસદ મોહમ્મદ શાહબુદ્દીનના ભત્રીજા યુસુફની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાખી. આ હત્યાકાંડને શુક્રવારે મોડી રાતે અંજામ અપાયો. યુસુફને શહેરના દક્ષિણ ટોલા મોહલ્લામાં ગોળી મરાઈ. મૃતક યુવક પ્રતાપપુરનો રહીશ હોવાનું કહેવાય છે. આ ઘટના બાદથી સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છે. 

બિહાર: જેલમાં સજા કાપી રહેલા RJDના પૂર્વ સાંસદ શાહબુદ્દીનના ભત્રીજાની હત્યા

સિવાન: તિહાડ જેલમાં સજા કાપી રહેલા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના પૂર્વ સાંસદ મોહમ્મદ શાહબુદ્દીનના ભત્રીજા યુસુફની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી નાખી. આ હત્યાકાંડને શુક્રવારે મોડી રાતે અંજામ અપાયો. યુસુફને શહેરના દક્ષિણ ટોલા મોહલ્લામાં ગોળી મરાઈ. મૃતક યુવક પ્રતાપપુરનો રહીશ હોવાનું કહેવાય છે. આ ઘટના બાદથી સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છે. 

ગોળી માર્યા બાદ અપરાધીઓ ફરાર થઈ ગયા છે. અપરાધીઓને પકડવા માટે પોલીસ સતત દરોડા પાડી રહી છે. હાલ હત્યા કયા કારણસર કરવામાં આવી તે જાણવા મળ્યું નથી. ઘટના બાદથી વધતા તણાવને જોતા પોલીસે ઘટનાસ્થળની આસપાસ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓની તહેનાતી કરી છે. 

— ANI (@ANI) February 2, 2019

અત્રે જણાવવાનું કે ચર્ચિત તેજાબ કાંડમાં ઉમરકેદની સજા કાપી રહેલા આરજેડીના પૂર્વ સાંસદ મોહમ્મદ શાહબુદ્દીન હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. ડિસેમ્બર 2015માં સ્પેશિયલ કોર્ટે શાહબુદ્દીનને ઉમરકેદની સજા ફટકારી હતી. જેને હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખી. શાહબુદ્દીન વિરુદ્ધ 45થી વધુ મામલા છે જેમાંથી 9 તો હત્યાના જ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news