Coronavirus Data India: સતત બીજા દિવસે 2 લાખથી ઓછા નોંધાયા કોરોનાના કેસ, 24 કલાકમાં આટલા દર્દીઓના મોત
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health ministry data) ના અનુસાર ગત 24 કલાકમાં ભારતમાં 1 લાખ 73 હજાર લોકો કોરોના વાયરસ (Coronavirus) થી સંક્રમિત થયા છે, જ્યારે આ દરમિયાન 3,517 લોકોના મૃત્યું થયા છે
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી ચૂકી છે અને નવા કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમં કોરોનાથી સાજા થનારાઓની દરમાં વધારો થયો છે. રિકવરી રેટ વધીને 90% થઇ ગયો છે. નવા કેસની સાથે મોતનો આંકડામાં પણ ઘટાડો નોંધાયો છે. દેશભરમાં ગત 24 કલાકમાં કોવિડ 19ના 1.73 લાખ નવા કેસ નોંધાયા છે, જ્યારે 3,617 લોકોના મોત થયા છે.
અત્યાર સુધી દેશમાં કુલ 2,77,29,247 કોરોના કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 24 કલાકમાં 3,617 નવા મોત બાદ કુલ મોતની સંખ્યા 3,22,512 થઇ ગઇ છે. આ સમયગાળામાં 2,84,601 નવા ડિસ્ચાર્જ બાદ કુલ સાજા થઇ ચૂકેલા લોકોનો આંકડો 2,51,78,011 થઇ ગયો છે.
દેશભરમં 24 કલાકમાં 1.73 લાખ નવા કેસ
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health ministry data) ના અનુસાર ગત 24 કલાકમાં ભારતમાં 1 લાખ 73 હજાર લોકો કોરોના વાયરસ (Coronavirus) થી સંક્રમિત થયા છે, જ્યારે આ દરમિયાન 3,517 લોકોના મૃત્યું થયા છે. ત્યારબાદ ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2,77,29,247 થઇ ગઇ છે. જ્યારે ટોટલ ડેથ ટોલ લગભગ 3 લાખ 22 હજાર થઇ ચૂક્યા છે.
હાલ 22.28 લાખ કોવિડ 19 ના એક્ટિવ કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગત 24 કલાકમાં રેકોર્ડ લોગ કોરોનાથી સાજા થયા છે. દેશભરમાં એક્ટિવ કેસ (Coronavirus Active Cases in India) માં સતત ઘટાડો થયો છે અને પહેલાં એટલે ગઇકાલ સુધી આ આંકડો 23 લાખ 43 હજાર 152 હતો જે તાજા આંકડા અનુસાર 22 લાખ 28 હજાર 724 થઇ ગયો છે. એક દિવસમાં આ આંકડો 1,14,428 નો ઘટાડો આવ્યો છે.
દેશનું કોરોના બુલેટીન
કુલ કોરોના કેસ : 2,77,29,247
કુલ સાજ થયા : 2,51,78,011
કુલ મોત : 3,22,512
કુલ એક્ટિવ કેસ : 22,28,724
તો બીજી તર આઇસીએમઆર (ICMR) ના અનુસાર દેશમાં 28 મે સુધી દેશમાં 34,11,19,909 કોરોના ટેસ્ટ થઇ ચૂક્યા છે. દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસની 30,62,747 વેક્સીન લગાવવામાં આવી, ત્યારબાદ કુલ વેક્સીનેશનનો આંકડો (Corona vaccination India) ની 20 કરોડને પાર થઇ ગઇ છે.
ગત 72 કલાકના કોરોના સંક્રમણના આંકડા મહામારીના ઘટતા પ્રકોપના સંકેત છે. જે રાજ્યોમાં કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમણની સુનામી આવી હવે તે રાજ્યોમાં રાહતના સમાચાર આવી રહ્યા છે. દેશના મહારાષ્ટ્ર રાજ્ય કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત રહ્યો છે. પરંતુ હવે ત્યાં પણ નવા દર્દીઓનો ગ્રાફ ઘટી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે