વૈષ્ણોદેવી જનારા લોકો માટે સારા સમાચાર, દિલ્હી-કટરા વંદે ભારત એક્સપ્રેસ આ દિવસથી દોડશે, જાણો ભાડું

શ્રી માતા વૈષ્ણોદેવીના દર્શન માટે જનારા ભક્તો માટે ભારતીય રેલવે તરફથી આ નવરાત્રિમાં મોટી ભેટ આપવામાં આવી છે. દિલ્હીથી કટરા વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસને 3 ઓક્ટોબરના રોજ ગૃહ મંત્રી અમિત શાહ લીલી ઝંડી દેખાડીને રવાના કરશે.

વૈષ્ણોદેવી જનારા લોકો માટે સારા સમાચાર, દિલ્હી-કટરા વંદે ભારત એક્સપ્રેસ આ દિવસથી દોડશે, જાણો ભાડું

નવી દિલ્હી: શ્રી માતા વૈષ્ણોદેવીના દર્શન માટે જનારા ભક્તો માટે ભારતીય રેલવે તરફથી આ નવરાત્રિમાં મોટી ભેટ આપવામાં આવી છે. દિલ્હીથી કટરા વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસને 3 ઓક્ટોબરના રોજ ગૃહ મંત્રી અમિત શાહ લીલી ઝંડી દેખાડીને રવાના કરશે. પરંતુ મુસાફરો માટે આ ટ્રેનની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. રેલમંત્રી પીયુષ ગોયલે પણ ગત દિવસોમાં એક ટ્વીટ દ્વારા દિલ્હી કટરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ 5 ઓક્ટોબરના રોજથી દોડાવવામાં આવશે. 

ભાડાનું માળખું
ટ્રેન દિલ્હીથી સવારે 6 વાગે રવાના થશે અને બપોરે 2 વાગે  કટરા પહોંચશે. કટરાથી બપોરે 3 વાગે રવાના થશે અને રાતે 11 વાગે દિલ્હી પહોંચશે. 5 ઓક્ટોબરથી મુસાફરો આ ટ્રેનનો લ્હાવો લઈ શકે છે. ટ્રેનના  બુકિંગ માટે માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નવી દિલ્હીથી કટરા વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેનનું ભાડું પણ જાહેર થઈ ગયું છે. 

यह नई दिल्ली से सुबह 6AM से चलकर 2PM कटरा पहुंचेगी, तथा कटरा से दोपहर 3PM चलकर रात 11PM दिल्ली पहुंचेगी। 5 अक्टूबर से यात्री इसमे सफर का आनंद ले सकते हैं, बुकिंग प्रक्रिया शुरू है। pic.twitter.com/2u4hdaWSxM

— Piyush Goyal (@PiyushGoyal) September 29, 2019

દિલ્હીથી કટરા ટ્રેનનું ભાડું

એસી ચેરકાર: 1630 રૂપિયા (બેઝ ફેર 1120+ રિઝર્વેશન ચાર્જ 40  રૂપિયા + સુપર ફાસ્ટ ચાર્જ 45 રૂપિયા + કુલ જીએસટી 61 રૂપિયા + કેટરિંગ ચાર્જ 364 રૂપિયા)

એક્ઝિક્યુટિવ ચેર કાર: 3015 રૂપિયા (બેઝ ફેર 2337+ રિઝર્વેશન ચાર્જ 60  રૂપિયા + સુપર ફાસ્ટ ચાર્જ 75 રૂપિયા + કુલ જીએસટી 124 રૂપિયા + કેટરિંગ ચાર્જ 419 રૂપિયા)

જુઓ LIVE TV

કટરાથી દિલ્હી માટે ટ્રેનનું ભાડું

એસી ચેરકાર: 1570 રૂપિયા (બેઝ ફેર 1116+ રિઝર્વેશન ચાર્જ 40  રૂપિયા + સુપર ફાસ્ટ ચાર્જ 45 રૂપિયા + કુલ જીએસટી 61 રૂપિયા + કેટરિંગ ચાર્જ 364 રૂપિયા)

એક્ઝિક્યુટિવ ચેર કાર: 2965 રૂપિયા (બેઝ ફેર 2337+ રિઝર્વેશન ચાર્જ 60  રૂપિયા + સુપર ફાસ્ટ ચાર્જ 75 રૂપિયા + કુલ જીએસટી 124 રૂપિયા + કેટરિંગ ચાર્જ 369 રૂપિયા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news