મોદી કેબિનેટની મીટિંગમાં લેવામાં આવ્યા મોટા નિર્ણય, ગરીબોને મળશે મોટી રાહત

વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળએ બુધવારે 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના'ની અવધિ પાંચ મહિના માટે વધારવા અને ઉજ્જવલા યોજનાની લાભાર્થીઓને ત્રણ સિલેંડર મફત આપતી વખતે વિસ્તાર સહિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી મળી છે. 
મોદી કેબિનેટની મીટિંગમાં લેવામાં આવ્યા મોટા નિર્ણય, ગરીબોને મળશે મોટી રાહત

નવી દિલ્હી: વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળએ બુધવારે 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના'ની અવધિ પાંચ મહિના માટે વધારવા અને ઉજ્જવલા યોજનાની લાભાર્થીઓને ત્રણ સિલેંડર મફત આપતી વખતે વિસ્તાર સહિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી મળી છે. 

મંત્રીમંડળની બેઠક બાદ સૂચના તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરએ જણાવ્યું કે ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર સુધી વધારવાની સાથે 100 કર્મચારીઓને ઓછી સંખ્યાવાળી કંપનીઓ તથા માલિકોના ભવિષ્ય નિધિ સાથે જોડાયેલા અંશદાનને સરકાર તરફથી ત્રણ મહિના વધુ આપવાનો નિર્ણય કર્યો. 

આ સાથે જ ઉજ્જવલા યોજનાની લાભાર્થીઓને ત્રણ મફત સિલેંડર આપવાની અવધિને ત્રણ મહિના માટે વધારવામાં આવી છે, સાર્વજનિક ક્ષેત્રની ત્રણ સાધારણ વિમા કંપનીઓમાં 12450 કરોડ રૂપિયાનું રોકાણ કરવા તથા વિબિન્ન શહેરોમાં એક લાખથી વધુ નાના ફ્લેટને પ્રવાસી મજૂરોને ભાડે આપવાનો નિર્ણય થયો છે. પ્રધાનમંત્રી મોદીએ ગત 30 જૂનના રોજ રાષ્ટ્રના નામે સંબોધનમાં 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' નવેમ્બર સુધી વધારવાની જાહેરાત કરી હતી. 

પ્રકાશ જાવડેકરને સંવાદદાતાઓને કહ્યું કે 'પ્રધાનમંત્રીએ ગરીબ કલ્યાણએ અન્ન યોજનાને નવેમ્બર સુધી વધારવાની જાહેરાત કરી હતી. આજે મંત્રીમંડળએ તેને અમલી જામા પહેરાવ્યો છે. જુલાઇથી લઇને નવેમ્બર સુધી પાંચ મહિના આ યોજના ચાલુ રહેશે. 81 કરોડ લોકોને પ્રત્યે વ્યક્તિ પાંચ કિલોગ્રામ અનાજ અને એક કિલોગ્રામ ચણા દર મહિને મળશે. 

મંત્રીએ કહ્યું કે 'આ યોજનાનો ખર્ચ 149000 કરોડ રૂપિયા છે. આઝાદી પછી પહેલીવાર આઠમા મહિને 81 કરોડ લોકો મફત અનાજ આપ્યો છે. દુનિયાના કોઇ દેશમાં આટલી મોટી યોજના નથી. 

પ્રેસ રિલીઝ અનુસાર આ યોજના હેઠળ લગભગ 19.4 કરોડ પરિવારને કવર કરવામાં આવશે. વિસ્તારિત પીએમજીકેએવાઇનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા વહન કરવામાં આવશે. આ પ્રયાસ કરવામાં આવ્યો છે કે આગામી પાંચ મહિના સુધી ખાદ્યની અનુપલબ્ધતાના કારણે કોઇપણ વ્યક્તિ, વિશેષકરીને ગરીબ પરિવારને કઠિનાઇનો સામનો કરવો ન પડે. 

3 મહિને મળશે મફત રીફિલ સિલિન્ડર
મંત્રીમંડળએ ઉજ્જવલા ભાર્થીઓ માટે 'વડાપ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના'ના લાભ લેવાની સમય સીમા 1 જુલાઇ 2020થી ત્રણ મહિના માટે વધારવા પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી. 

પીએમજીકેવાઇ-ઉજજવલા યોજના અંતર્ગત આ નિર્ણય કરવામાં આવ્યો હતો કે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના (પીએમયૂવાઇ)ના ગ્રાહકોને 01 એપ્રિલ 2020થી 3 મહિનાની અવધિ માટે મફત સિલિન્ડર આપવામાં આવે. 

યોજના અંતર્ગત એપ્રિલ-જૂન 2020 દરમિયાન ઉજ્જવલા લાભાર્થીઓના ખાતામાં 9709.86 કરોડ રૂપિયા ટ્રાંસફર કરવામાં આવ્યા અને પીએમયૂવાઇ લાભાર્થીઓને 11.97 કરોડ સિલિન્ડર આપવામાં આવ્યા. 

નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષ મે મહિનામાં આ યોજનાને ઓગસ્ટ સુધી વધારવાની જાહેરાત કરી હતી. તેના હેઠળ સરકાર કર્મચારીઓ અને નોકરીદાતાઓને બંનેને ભવિષ્ય નિધિમાં યોગદાન એટલે કે 24 ટકા યોગદાન સરકાર ઓગસ્ટ સુધી આપશે. તેનાથી 3.67 લાખ નોકરીદાતાઓ અને 72.22 લાખ કર્મચારીને રાહત મળશે. 

મજૂરોને ભાડે મકાન આપવામાં આવશે
મંત્રીમંડળે દેશના વિભિન્ન શહેરોમાં વડાપ્રધાન શહેરી આવાસ યોજના હેઠળ બનેલા નાના ફ્લેટને પ્રવાસી મજૂરો તથા ગરીબોને ભાડે આપવાની મંજૂરી આપી છે. સરકારની યોજના હેઠળ દેશના વિભિન્ન શહેરોમાં સરકારની આર્થિક સહયોગથી બનેલા નાના ફ્લેટ/આવાસ ભાડે આપવામાં આવશે. 

શરૂઆતમા6 3 લાખ લાભાર્થીઓને કવર કરવામાં આવશે. સરકારે બુધવારે સાર્વજનિક ક્ષેત્રની ત્રણ સાધારણ વિમા કંપનીઓને પૂંજી આધારને મજબૂત કરવા અને તેમને સ્થિર બનાવવા માટે તેમાં 12,450 કરોડ રૂપિયાની પૂંજી નાખવા માટે મંજૂરી આપી છે. મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય પર મોહર લગાવવામાં આવી છે. 

પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે 'ધ નેશનલ ઇંશ્યોરન્સ કંપની લિમિટેડ ઓરિએન્ટલ ઇંશ્યોરન્સ કંપની લિમિટેડ અને યૂનાઇટેડ ઇન્ડીયા ઇશ્યોરન્સ કંપની લિમિટેડને વધારાની પૂંજી ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news