ઉત્તરભારતમાં બરફ"વર્ષા"નો ડબલ એટેક, કમોસમી વરસાદથી દિલ્હીમાં અંધારપટ

કાશ્મીરના ઉંચા સ્થળો પર ફરીથી બરફવર્ષા થઇ છે અને મેદાની વિસ્તારમાં હવામાન ફરી એકવાર ઠંડુગાર કરી દીધું છે

ઉત્તરભારતમાં બરફ"વર્ષા"નો ડબલ એટેક, કમોસમી વરસાદથી દિલ્હીમાં અંધારપટ

નવી દિલ્હી : દિલ્હી-એનસીઆરમાં મંગળવારે (22 જાન્યુઆરી) હવામાનનો મિજાજ અચાનક બદલાઇ ગયો છે. સોમવારે (21 જાન્યુઆરી) બપોરથી ચાલુ થયેલ વરસાદ મંગળવારે પણ ચાલુ રહ્યો હતો. મંગળવારે સવારે 06.30 વાગ્યે દિલ્હી અને નોએડાનાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન અચાનક એવું પલટાઇ ગયું કે દિવસ હોવા છતા પણ અનેક વિસ્તારોમાં અંધારુ થઇ ગયું હતું. સવારે ચાલુ થયેલા વરસાદનાં કારણે કેટલાક લોકો પરેશાનીમાં પણ મુકાયા હતા. 

— ANI (@ANI) January 22, 2019

પંજાબ, હરિયાણા, ગુજરાત અને દિલ્હી એનસીઆર સહિતનાં મેદાની વિસ્તારમાં વરસાદે વાતાવરણ ફરી ભેજયુક્ત અને ઠંડુ બનાવી દીધું છે. હવામાન વિભાગના અનુસાર 25 જાન્યુઆરીની સાંજથી ફરી બરફવર્ષા થઇ શકે છે. વરસાદને ધ્યાનમાં રાખીને ગણતંત્ર દિવસ સમારોહ મુદ્દે ચિંતા વધી ગઇ છે. હવામાન વિભાગના પુર્વાનુમાન અનુસાર ઉત્તરી ક્ષેત્રનાં મેદાની વિસ્તારોમાં, દિલ્હી, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં ઠંડી વધશે. 

23 અને 24 જાન્યુઆરીએ દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસ વધી શકે છે. બીજી તરફ 25 જાન્યુઆરીએ મોડી સાંજે દિલ્હી-એનસીઆરમાં હળવો વરસાદ અને 26 જાન્યુઆરીની સવારે વાદળોની સાથે હળવો વરસાદ થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

કાશ્મીરમાં બરફવર્ષા, મેદાની વિસ્તારોમાં વરસાદ
સોમવારે કાશ્મીરમાં ઉંચા સ્થળો પર ફરીથી બરફવર્ષા થઇ અને મેદાની વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. સોમવારે સવારે કાશ્મીરના મેદાની વિસ્તારમાં વરસાદ થયો, જ્યારે ઉંચાઇવાળા સ્થળો પર બરફવર્ષા થઇ. હવામાન વિભાગે કહ્યું કે, મંગળવાર અને બુધવારે રાજ્યમાં વરસાદ અને બરફવર્ષા થઇ શકે છે અને કેટલાક સ્થળો પર તો ભારે બરફવર્ષા થવાનું અનુમાન છે. 

तेज बारिश और हवाओं से ठिठुरा दिल्ली-NCR, कई इलाकों में छाया घना अंधेरा

હવામાન વિભાગનાં પુર્વાનુમાન એકમના વૈજ્ઞાનિક કુલદીપ શ્રીવાસ્તવે જણઆવ્યું કે, પશ્ચિમી વિક્ષોભની સક્રિયતાને કારણે 21 જાન્યુઆરીની સાંજે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થઇ અને 22 જાન્યુઆરીએ ઉતરાખંડમા મધ્યમાં ભારે વરસાદ અને હિમપાતની ચેતવણી આપવામાં આવી છે. તેની અસર દિલ્હી, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં વાદળ અને હળવા વરસાદ સ્વરૂપે જોવા મળશે. 
આ વરસાદનાં કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો અને હવા ચાલવાનાં કારણે એકવાર ફરીથી ઠંડી વધવાનું અનુમાન છે. હાં તેના કારણે દિલ્હી એનસીઆર વિસ્તારમાં વાયુ પ્રદૂષણથી સામાન્ય રાહત મળે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. 

દહેરાદુનમાં બરફવર્ષા
હવામાન વિભાગે ઉતરાખંડના પહાડી વિસ્તારમાં બરફવર્ષાની ભવિષ્યવાણી કરી હતી. જેની શરૂઆત પણ થઇ ચુકી છે. હવામાન વિભાગ દેહરાદુન, ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, પિથોરાગઢ જિલ્લામાં વરસાદ અને ભારે બરફવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે, દેહરાદુન, હરિદ્વાર, પૌડી, ઉધમસિંહનગરમાં વરસાદ સાથે બરફવર્ષાની પણ શક્યા વ્યક્ત કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, નિચલા પહાડી વિસ્તાર જેવા કે ધનૌલ્ટી, મસુરી, નૈનીતાલ મુક્તેશ્વર, રાનીખેતમાં પણ સારીએવી બરફવર્ષા જોવા મળી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news