કાશ્મીરમાં હવે આતંકવાદીઓની સરેરાશ ઉંમર 9 માંથી ઘટીને 6 મહિના થઇ ગઇ
આ વર્ષે સેનાએ ત્યાર સુધીમાં કુલ 92 આતંકવાદીઓને ઠાર માર્યા છે જ્યારે વર્ષ પુર્ણ થવાને હજી પણ 2 મહિનાનો સમય બાકી છે
Trending Photos
નવી દિલ્હી : કાશ્મીરમાં અત્યારે દરેક આતંકવાદીની સરેરાશ ઉંમર 6 મહિના રહી ગઇ હતી, પહેલા તે 9 મહિના હતી. તેનો અર્થ છે કે કોઇ યુવાન બેટ્સમેન જ્યારે હથિયાર ઉઠાવીને આતંકવાદી બને છે ત્યાર બાદ તેની ઉંમર માત્ર 6 મહિનાની રહી જાય છે. આ વર્ષે સેનાએ અત્યાર સુધી કુલ 192 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે, જો કે હજી પણ વર્ષ પુર્ણ થવામાં 2 મહિના બાકી છે.
ગત સમગ્ર વર્ષમાં કુલ 213 આતંકવાદીઓ સેનાની ગોળીઓના શિકાર થયા હતા. જે સ્પીડ સેના પોતાનાં શોધો અને મારો ઓપરેશન (SADO) ચલાવી રહી છે તેનાથી સંભાવના છે કે ગત્ત વર્ષનો આંકડો ઝડપથી પાર થઇ જશે.
સેનાના એક ઉચ્ચાધિકારીએ જણાવ્યું કે, જો કે પાકિસ્તાનની તરફથી ચલાવાઇ રહેલા દુષ્પ્રચારના બહેકાવમાં આવી ખાસ રીતે દક્ષિણ કાશ્મીરમાં યુવા આતંકવાદી જુથોમાં જોડાઇ રહ્યા છે પરંતુ સેનાના દબાણના કારણે ન તો તેમની ટ્રેનિંગ શક્ય બને છે અન તો તેમની પાસે છુપવા માટેની જગ્યા કે સ્થળ હોય છે. એવામાં તેઓ સૈન્યની ટીમો માટે સરળ શિકાર બની જાય છે.
ગત બે મહિનામાં આતંકવાદી જુથમાં સમાનારા યુવાનોનું પ્રમાણમાં પણ ઘટાડો આવ્યો છે. આ વર્ષે જુનમાં 29, જુલાઇમાં 24 અને ઓગષ્ટમાં કુલ 26 કાશ્મીરી યુવા આતંકવાદી જુથમાં સમાવિષ્ટ થયા હતા. જો કે આ પ્રમાણ સપ્ટેમ્બરમાં ઘટીને 13 અને ઓક્ટોબરમાં 19 રહી. તેની પાછળનું કારણ વધી રહેલું દબાણ ગણાવાઇ રહ્યું છે.
જો કે આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 52 સૈનિકો પણ આતંકવાદીઓ સાથેના ઘર્ષણમાં શહીદ થઇ ચુક્યા છે. ગત્ત સમગ્ર વર્ષમાં કુલ 59 સૈનિકોએ આતંકવાદીઓની વિરુદ્ધની લડાઇમાં વિરતાપુર્વક શહીદી વહોરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે