બીસીસીઆઈ દ્વારા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ભારતીય ટીમની જાહેરાત, વિરાટ કેપ્ટન
બીસીસીઆઈએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ ટી20 મેચની શ્રેણી માટેની ટીમ ઈન્ડિયાની પણ જાહેરાત કરી હતી, તેમાં વિરાટને આરામ આપીને રોહિત શર્માને કેપ્ટન બનાવાયો છે
Trending Photos
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમ 21 નવેમ્બરથી 18 જાન્યુઆરી, 2019 સુધીના બે મહિનાના ઓસ્ટ્રેલિયા પ્રવાસે જવાની છે. ભારતીય ટીમના આ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે બીસીસીઆઈ દ્વારા ત્રણ ટી20 મેચ અને 4 ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ટી20 અને ટેસ્ટમાં બંનેમાં ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી રહેશે. આ સાથે જ ભારતના પ્રવાસે આવેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ ટી20 મેચ માટેની ભારતીય ટીમની પણ જાહેરાત કરાઈ હતી.
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં 3 ટી20, 4 ટેસ્ટ મેચ અને 3 વન ડે મેચ રમવાની છે. પ્રથમ ટી20 મેચ 21 નવેમ્બરે રમાશે. ઓસ્ટ્રેલિયા સામેની 4 ટેસ્ટની શ્રેણી 6 ડિસેમ્બરથી શરૂ થવાની છે. બીસીસીઆઈએ વન ડે માટેની ટીમની જાહેરાત બાકી રાખી છે.
ઓસ્ટ્રેલિયા સામે 3 ટી20 મેચની શ્રેણી માટે ટીમ ઈન્ડિયા
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસકેપ્ટન), કે.એલ. રાહુલ, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિક, રિષભ પંત (વિકેટ કીપર), કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગટન સુંદર, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ, ખલીલ અહેમદ
Team for three T20I match series against Australia announced.
Virat Kohli (C), Rohit (vc), Shikhar, KL Rahul, Shreyas Iyer, Manish, DK, Rishabh Pant (wk), Kuldeep Yadav, Yuzvendra Chahal, Washington Sundar, Krunal Pandya, Bhuvneshwar Kumar, Jasprit Bumrah, Umesh Yadav, Khaleel
— BCCI (@BCCI) October 26, 2018
ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટની શ્રેણી માટે ટીમ ઈન્ડિયા
વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, કે.એલ. રાહુલ, પૃથ્વી શો, પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રોહિત શર્મા, રિષભ પંત, પાર્થિવ પટેલ, આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્દ શમી, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર
Team for Four Test match series against Australia announced
Virat Kohli (C), M Vijay, KL Rahul, Prithvi Shaw, Pujara, Ajinkya Rahane, Hanuma Vihari, Rohit Sharma, Rishabh Pant, Parthiv Patel, R Ashwin, R Jadeja, Kuldeep Yadav, Shami, Ishant, Umesh, Bumrah, Bhuvneshwar Kumar.
— BCCI (@BCCI) October 26, 2018
વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ ટી20 મેચ માટેની ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન) શિખર ધવન, કે.એલ. રાહુલ, દિનેશ કાર્તિક, મનિષ, શ્રેયસ ઐયર, રિષભ પંત (વિકેટ કીપર), કૃણાલ પંડ્યા, વોશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, ખલિલ અહેમદ, ઉમેશ યાદવ, શાહબાઝ નદીમ
Team for three T20I match series against Windies announced
Rohit Sharma (C), Shikhar, KL Rahul, DK, Manish, Shreyas Iyer, Rishabh Pant (wk), Krunal Pandya, Washington Sundar, Yuzvendra Chahal, Kuldeep Yadav, Bhuvneshwar Kumar, Bumrah, Khaleel Ahmed, Umesh Yadav, Shahbaz Nadeem
— BCCI (@BCCI) October 26, 2018
ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીની બંને મેચ ભારતે જીતી લીધી હતી. 5 વન ડે શ્રેણીમાંથી પ્રથમ વન ડે ભારતે જીતી હતી, જ્યારે બીજી વન ડે ડ્રો રહી હતી. વેસ્ટ ઈન્ડિઝ ભારત સામે ત્રણ ટી20ની શ્રેણી પણ રમવાનું છે. કેદાર જાધવને વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી અને પાંચમી વન ડે ટીમમાં સામેલ કરાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે