અમરનાથ યાત્રીકોની સુરક્ષા માટે NSG ફરજંદ: આતંકવાદીઓને દેખતા જ ઠાર કરાશે

હવે ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટમાં નહી બેટલ ફિલ્ડમાં એનએસજી કમાન્ડોને આતંકવાદીઓનાં ઓપરેશન્સનો લાઇવ એક્સપીરિયન્સ મળશે

અમરનાથ યાત્રીકોની સુરક્ષા માટે NSG ફરજંદ: આતંકવાદીઓને દેખતા જ ઠાર કરાશે

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં પીડીપી- ભાજપના ગઠબંધન તુટતા જ કેન્દ્ર સરકારે ખીણમાં સક્રિય આતંકવાદનો અંત કરવા માટે વ્યાપક સ્તર પર પગલા ઉઠાવવાની શરૂઆત કરી દીધી છે. આ પગલા હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં NSGની હાઉસ ઇનવેંશન ટીમને જમ્મુ અને શ્રીનગરમાં ફરજંદ કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં મોકલવામાં આવનારી NSG કમાન્ડોની ટીમની પહેીલ જવાબદારી આતંકવાદીઓ દ્વારા બંધક બનાવાયાલે લોકોને સકુશળ મુક્ત કરાવવા માટેની થશે. તે ઉપરાંત ખીણમાં આતંકવાદીઓની વિરુદ્ધ થનાર ઓપરેશનમાં હવે CRPF અને સેનાની સાથે NSG કમાન્ડો પણ જશે. ગૃહમંત્રાલયને આશા છે કે ખીણમાં NSGની ફરજંદ કરવામાં આવ્યા બાદ આતંકવાદીઓની ગતિવિધિઓ પર મોટા સ્તર પર લગામ લાગશે. 

BSFની સાથે થઇ રહી છે NSG કમાન્ડોની ટ્રેનિંગ
ગૃહમંત્રાલયના સુત્રો અનુસાર જમ્મુ -કાશ્મીરમાં ફરજંદ એનએસજી કમાન્ડોની ટીમની પસંદગી કરી લેવામાં આવી છે. આ તમામ કમાન્ડોને ટ્રેનિંગ માટે બીએસએફના હુમહમા કેમ્પ ખાતે મોકલવામાં આવ્યા છે. જ્યાં બીએસએફનાં અનુભવ પ્રાપ્ત શિક્ષકો એનએસજી કમાન્ડોને જમ્મુ કાશ્મીરની ભૌગોલિક પરિસ્થિતી, દુર્ગમ વિસ્તારમાં ઓપરેશન દરમિયાન આવનારી અડચણો અને ઓપરેશન દરમિયાન સામે આવનાર પરિસ્થિતીઓ સામે લડવા માટેનું પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, ખીણમાં NSGની ફરજનો મુખ્ય ઇરાદો આતંકવાદીઓનો ખાત્મો જરૂરી છે, પરંતુ તેને આ વાતનું પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે કે તેઓ કયા પ્રકારે જાન માલની હિફાજત કરતા ઓછામાં ઓછા સમયમાં વધારેમાં વધારે આતંકવાદીઓને ઠાર કરી શકે છે 

આતંકવાદીઓનાં કબ્જામાં બંધકોને સરળતાથી મુક્ત કરાવી શકાશે
સુત્રો અનુસાર ગત્ત વર્ષોમાં થયેલી ઘટનાઓમાં જોવાયું છે કે, આતંકવાદીઓ પોતાને બચાવવા માટે સ્થાનિક નાગરિકોને બંધ બનાવે છે. આતંકવાદીઓ સ્થાનિક નાગરિકોને પોતાની ઢાલ બનાવીને સુરક્ષાદળો સાથે નેગોશિએશન કરે છે. 
સુત્રો 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news