ઈઝરાયેલના PM નેતન્યાહૂના પત્ની પર ઘડાયા આરોપ, ઘરેલુ ખર્ચમાં કર્યું ફ્રોડ

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના પત્ની સારાને પોલીસની એક લાંબી તપાસ બાદ ફ્રોડ અને વિશ્વાસઘાતના મામલાઓમાં આજે આરોપિત કરવામાં આવ્યાં.

ઈઝરાયેલના PM નેતન્યાહૂના પત્ની પર ઘડાયા આરોપ, ઘરેલુ ખર્ચમાં કર્યું ફ્રોડ

જેરુસેલમ: ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના પત્ની સારાને પોલીસની એક લાંબી તપાસ બાદ ફ્રોડ અને વિશ્વાસઘાતના મામલાઓમાં આજે આરોપિત કરવામાં આવ્યાં. ન્યાય મંત્રાલયે કહ્યું છે કે તેમણે ઘરેલુ ખર્ચોમાં ફ્રોડ આચર્યું. જેરુસેલમ જિલ્લા અભિયોજકે થોડા સમય પહેલા વડાપ્રધાનના પત્ની વિરુદ્ધ આરોપનામું દાખલ કર્યું હતું. ગત વર્ષ જાહેર કરાયેલા આરોપોમાં કહેવાયું હતું કે નેતન્યાહૂના પત્ની અને એક સહયોગીએ ખોટી જાણકારી આપી કે વડાપ્રધાનના અધિકૃત નિવાસસ્થાનમાં કોઈ રસોઈયો નથી અને તેમણે સરકારી ખર્ચે બહારથી કેટરર મંગાવવાનો આદેશ આપ્યો.

ન્યાય મંત્રાલયે કહ્યું કે આ બદલ 97000 ડોલરકથી વધુ ખર્ચે થયો. જો કે તેમણે કોઈ ખોટુ કામ કર્યું હોવાની વાતનો ઈન્કાર કર્યો. તેમ ના પતિ ઉપર પણ ભ્રષ્ટાચારની આશંકાને લઈને તપાસ ચાલી રહી છે. એક કેસમાં નેતન્યાહૂ અને તેમના પરિવારના સભ્યો પર નાણાકીય કે અંગત ફાયદાના બદલામાં લક્ઝરી સિગાર, શેમ્પેઈન અને દાગીના લેવાની શંકા છે. બીજી બાજુ અન્ય એક કેસમાં તપાસકર્તાઓને શંકા છે કે વડાપ્રધાન એક ટોચના ઈઝરાયેલ અખબાર પાસે વધુ કવરેજની માંગણી કરતા એક સમજૂતિ કરવાની કોશિશ કરી રહ્યાં છે.

દૂરસંચાર કૌભાંડમાં પોલીસે કરી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની પૂછપરછ
ઈઝરાયેલી મીડિયાનું કહેવું છે કે પોલીસ  દેશની મોટી દૂરસંચાર કંપનીની સંલિપ્તાવાળા ભ્રષ્ટાચાર મામલાની તપાસ મામલે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની પૂછપરછ કરી રહી છે. સેના રેડિયો અને અન્ય એક મીડયાને કહ્યું કે પોલીસે નેતન્યાહૂના ઘરમાં પ્રવેશ કર્યો. રિપોર્ટ મુજબ નેતન્યાહૂના પત્ની સારા નેતન્યાહૂની અલગ સ્થાને પૂછપરછ થઈ રહી છે.

અત્રે જણાવવાનું કે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ 14 જાન્યુઆરીના રોજ 6 દિવસના ભારત પ્રવાસે આવ્યાં હતાં. તેમની સાથે પત્ની સારા નેતન્યાહૂ પણ હતાં. તેમણે ભારત સાથે અનેક કરારો પર હસ્તાક્ષર કર્યાં. પોતાના પ્રવાસ દરમિયાન નેતન્યાહૂ ગુજરાત અને યુપીની મુલાકાતે ગયા હતાં.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news