ઓડિસા : પરમાણુક્ષમતાવાળી અગ્નિ-1 (એ) બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ

ઓડિસા તટ પરથી ભારતીય સેનાના સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડે આ મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું છે

  • અબ્દુલ કલામ દ્વીપ પર સવારે 8.30 વાગ્યે સફળ પરિક્ષણ
  • ભારતીય સેનાના સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડે આ મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું
  • પરમાણુક્ષમતાવાળી છે અગ્નિ-1 (એ) બેલેસ્ટિક મિસાઇલ

Trending Photos

ઓડિસા : પરમાણુક્ષમતાવાળી અગ્નિ-1 (એ) બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ

નવી દિલ્હી : ભારતે પરમાણુક્ષમતાવાળી અગ્નિ-1 (એ) બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું છે. ઓડિસાના તટ પર આવેલા અબ્દુલ કલામ દ્વીપ પર સવારે  8.30 કલાકે ભારતીય સેનાના સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડે આ મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું છે.

સક્ષમ મિસાઇલ
અગ્નિ-1 (એ) મિસાઇલ સ્વદેશી ટેકનોલોજીના આધારે વિકસીત કરવામાં આવેલી પરમાણુક્ષમતાવાળી મિસાઇલ છે. આ મિસાઇલની મારક ક્ષમતા 700 કિલોમીટર છે. 15 મીટર લાંબી અને 12 ટનની આ મિસાઇલ એક ક્વિન્ટલ જેટલા વજનના પારંપરિક તેમજ પરમાણુ આયુધ લઈ જવા સક્ષમ છે. 

— ANI (@ANI) February 6, 2018

અગ્નિ-5નું સફળ પરિક્ષણ
હાલમાં 18 જાન્યુઆરીએ ભારતમાં બનાવવામાં આવેલ 6000 કિલોમીટરથી વધુની ક્ષમતા ધરાવનાર અગ્નિ 5 મિસાઈલનું સફળ પરિક્ષણ થયું છે. ઈસરો દ્વારા ઓડિસાના અબ્દુલ કલામ દ્વીપ ખાતે આ સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ છે. મહત્વનું છે કે, અગ્નિ-5 અગ્નિ સિરીઝની મિસાઈલ છે. અગ્નિ-5 મિસાઈલની ઉંચાઈ 17 મીટર છે. આ મિસાઈલનું વજન 50 ટન અને આ મિસાઈલની સ્પીડ અવાજથી 24 ગણી વધુ છે. મહત્વની વાત તો એ છે કે અગ્નિ 1, અગ્નિ-2, અગ્નિ-3, મિસાઈલને પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને તેમજ અગ્નિ-4 અને અગ્નિ-5 મિસાઈલને ચીનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news