દિલ્હીમાં જોવા મળ્યો વધુ એક કોરોના વાયરસનો કેસ, આ નવા દેશમાંથી પહોંચ્યો ભારત

દિલ્હીમાં કોરોના વાયરસ (Coronavirus)નો વધુ એક કેસ સામે આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે કે આ નવો સંક્રમિત દર્દી ચીન અથવા ઇટલીથી ભારત પહોંચ્યો નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તેની પુષ્ટિ કરતાં શુક્રવારે એક નવો કોરોના વાયરસનો કેસ સામે આવ્યો છે.

દિલ્હીમાં જોવા મળ્યો વધુ એક કોરોના વાયરસનો કેસ, આ નવા દેશમાંથી પહોંચ્યો ભારત

નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના વાયરસ (Coronavirus)નો વધુ એક કેસ સામે આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે કે આ નવો સંક્રમિત દર્દી ચીન અથવા ઇટલીથી ભારત પહોંચ્યો નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તેની પુષ્ટિ કરતાં શુક્રવારે એક નવો કોરોના વાયરસનો કેસ સામે આવ્યો છે. દિલ્હીમાં રહેનાર દર્દી તાજેતરમાં જ થાઇલેન્ડ અને મલેશિયાથી ફરીને પાછો આવ્યો છે. દર્દીના સેમ્પલ પોઝિટિવ મળ્યા બાદ તેને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.  

31 કેસ પોઝિટિવ
દેશમાં સતત કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હવે કોરોના વાયરસથી પીડિત ઇટાલીના પ્રવાસીની પત્નીનો રિપોર્ટ પણ કોરોના વાયરસથી પોઝિટિવ આવ્યો છે. આ સાથે દેશમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 31 પર પહોંચી ગઈ છે. 

જયપુરમાં પ્રારંભિક તબક્કામાં પ્રવાસીની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ પુણેની લેબમાં તેનો સેમ્પલ મોકરવામાં આવ્યા હતા અને પુણેની લેબમાંથી પણ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો આજે કોરોના વાયરસનો ભારતમાં બીજો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. 

ક્યાં-ક્યાંથી સામે આવ્યા કેસ?
અત્યાર સુધી કેરલથી ત્રણ કેસ આવ્યા હતા, જે સ્વસ્થ થઈ ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં એક કેસ આવ્યો, જેના કારણે તેના ઓળખિતા 6 લોકો પણ ઝપેટમાં આવી ગયા હતા. તેલંગણામાં એક કેસ સામે આવ્યો છે. ઇટાલીથી આપેલા કુલ 18 લોકો પણ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત છે, જેમાં એક ભારતીય અને 17 ઇટાલીના નાગરિક છે. એક મામલો ગુરૂગ્રામમાં સામે આવ્યો છે. આ સિવાય ગાઝિયાબાદથી એક મામલો સામે આવ્યો છે. તેવામાં અત્યાર સુધી ભારતમાં 31 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. 

ગાઝિયાબાદમાં પોઝિટિવ મામલો
આ પહેલા આજે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી કોરોના વાયરસનો પોઝિટિવ મામલો આવ્યો હતો. ગાઝિયાબાદના સેક્ટર-23 વિસ્તારમાં રહેલા 57 વર્ષીય એક વ્યક્તિ 23 ફેબ્રુઆરીએ તેહરાન (ઈરાન)થી ભારત પરત આવ્યો હતો. તે પત્ની અને એક પુત્રની સાથે થાના કવિ નગર વિસ્તારની સેક્ટર-23 કોલોનીમાં રહેતો હતો. દર્દીને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 

રાષ્ટ્રપતિ, વડાપ્રધાન મોદી સહિતના લોકો નહી ઉજવે હોળી
ભારતમાં વધતા કોરોના વાયરસના મામલાને લઈને રાષ્ટ્રપતિ ભવન આ વખતે હોળીનો તહેવાર ઉજવશે નહીં. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, સાવધાની અને સુરક્ષાના ઉપાયોની સાથે આપણે બધા કોરોના વાયરસ  ( COVID-19)ના પ્રકોપને રોકવામાં મદદ કરી શકીએ. સાવચેતીના ભાગ રૂપે રાષ્ટ્રપતિ ભવન આ વખતે પરંપરાગત હોળી સમારોહનું આયોજન કરશે નહીં. 

પીએમ મોદીએ બુધવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે, વિશ્વભરના નિષ્ણાંતોએ કોરોના વાયરસના પ્રસારથી બચવા માટે સામૂહિક કાર્યક્રમ ઓછા કરવાની સલાહ આપી છે. તેથી મેં આ વર્ષે કોઈ હોળી મિલન કાર્યક્રમોમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. પીએમ મોદીની સાથે ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ હોળી સમારોહથી દૂર રહેવાની વાત કરી છે.

વિશ્વને નુકસાનની આશંકા
જો આપણે કોરોના વાયરસથી વિશ્વને થનારા નુકસાનની વાત કરીએ તો આ આંકડો 215 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચે છે. તેના માટે વર્લ્ડ બેન્કે 88 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. 

ભારતના વ્યાપાર પર કોરોનાનો વાર
ભારતીય ઉદ્યોગને કોરોનાને કારણે 1500-1700 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તો દવા ઉદ્યોગના નુકસાનની વાત કરીએ તો 200 કરોડ રૂપિયાથી વધુનું થયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news