કેન્દ્ર સરકારના સવર્ણોને 10 ટકા અનામતના નિર્ણય મુદ્દે વિરોધ પક્ષોની પ્રતિક્રિયા

કેન્દ્ર સરકારે જણાવ્યું કે, જેમને અત્યારે અનામતનો લાભ નથી મળી રહ્યો તેવા આર્થિક રીતે પછાત વર્ગને અનામત આપવામાં આવશે. જેમની વાર્ષિક આવક રૂ.8 લાખ કરતાં ઓછી હશે અથવા તો ખેતિની 5 એકર જમીન હશે તેમને આર્થિક 10 ટકા અનામતનો લાભ મળશે 

કેન્દ્ર સરકારના સવર્ણોને 10 ટકા અનામતના નિર્ણય મુદ્દે વિરોધ પક્ષોની પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પૂર્વે મોદી સરકારા દ્વારા એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયો છે. મોદી સરકારે સવર્ણોને મોટી ભેટ આપી છે. સરકારી નોકરીઓમાં હવેથી સવર્ણોને 10 ટકા અનામતનો લાભ અપાશે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી ઉચ્ચ જાતિના ગરીબ એટલે કે આર્થિક રીતે પછાત પરિવારોના યુવાનોને નોકરીમાં મોટી રાહત થશે. 

કેન્દ્ર સરકારે જણાવ્યું કે, જેમને અત્યારે અનામતનો લાભ નથી મળી રહ્યો તેવા આર્થિક રીતે પછાત વર્ગને અનામત આપવામાં આવશે. જેમની વાર્ષિક આવક રૂ.8 લાખ કરતાં ઓછી હશે અથવા તો ખેતિની 5 એકર જમીન હશે તેમને આર્થિક 10 ટકા અનામતનો લાભ મળશે.

કેન્દ્રના આ નિર્ણયને બંધારણિય પડકારો પણ ઘણા છે. સરકારના આ પગલાથી કુલ અનામત 60 ટકા થઈ જશે. જે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી મહત્તમ મર્યાદા (50 ટકા અનામત)ની મર્યાદા કરતાં વધુ છે. આથી, તેની ન્યાયિક સમીક્ષા થઈ શકે છે, સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણયને સરકાર માટે કાયદેસરનો ઠેરવવો ઘણું જ મુશ્કેલ થઈ પડશે. જો સરકાર તેના માટે બંધારણમાં સંશોધન કરીને કાયદો બનાવીને બંધારમની 9મી અનુસૂચીમાં નાખે છે તો પણ વર્ષ 2007માં આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના 9 ન્યાયાધિશના નિર્ણય અનુસાર આ નિર્ણય ન્યાયિક સમીક્ષાના દાયરામાં આવી શકે છે. 

કોંગ્રેસે કહ્યું, મજાક છે 
કોંગ્રેસના અમી યાગ્નિકે જણાવ્યું કે, આ પ્રકારની અનામત માટે અનેક ટેક્નિકલ મુશ્કેલીઓ છે. લોકસભા ચૂંટણી પહેલા આ પ્રકારે અનામત આપવાનો હેતુ શું એ જોવાનું રહેશે. કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ નકીલ કે.ટી.એસ. તુલસીએ મોદી સરકારના આ નિર્ણયને મજાક જણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આ કોઈ સાધરણ બિલ નથી કે જે લોકસભામાં પાસ થઈ જાય. 

બીએસપીના નેતા સતીશચંદ્ર મિશ્રાએ જણાવ્યું કે, આ બિલ અમલમાં મુકવું શક્ય નથી. આ લોકો જૂઠું બોલી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સંજય સિંહે જણાવ્યું કે, 10 ટકા અનામત વધારવા માટે બંધારણિય સંશોધન કરવું પડશે. તેના માટે જો સરકાર વિશેષ સત્ર બોલાવશે તો અમે સરકારને સાથ આપીશું નહીંતર આ નિર્ણય ચૂંટણીનો લાભા લેવા માટેનો મુદ્દો જ સાબિત થશે. 

રાલોસપાના પ્રમુખ અને એનડીએમાંથી છુટા પડેલા ઉપેન્દ્ર કુશવાહાએ જણાવ્યું કે, જે દેશમાં જેમને પહેલાથી જ અનામત મલેલી છે તેમની સ્થિતિમાં સુધારો થયો નથી. પહેલા તેમની સ્થિતિ સુધારવી જોઈએ, ત્યાર બાદ જ સરકાર આ લોકો માટે કઈક કરી શકે છે. આ એકમાત્ર લોકસભા ચૂંટણીનો મુદ્દો છે, બીજું કંઈ નથી.

એલજેપી નેતા ચિરાગ પાસવાને જણાવ્યું કે, એલજેપી આ પગલાનું સ્વાગત કરે છે. ગરીબી પણ એક જાતિ છે. અમે 15 ટકા માગતા હતા, પરંતુ 10 ટકા મળી છે. લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે જણાવ્યું કે, અનામત આર્થિક સ્થિતિ સુધારવા માટે નથી. જનભાગીદારીમાં એક સરખો લાભ મળે તેના માટે હતી. જો આર્થિક સ્થિતિ જ સુધારવી હતી તો મોદી રૂ.15-15 લાખ આપી દેતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news