સાધુઓની હત્યા મામલે મોટી કાર્યવાહી, પાલઘરમાં CRPFની એન્ટ્રી, વિસ્તાર સંપૂર્ણ સીલ 

સાધુઓની હત્યાના 9 દિવસ બાદ પાલઘરના ગઢ ચિંચલે ગામમાં CRPFની તૈનાતી કરી દેવાઈ છે. અહીં જ ઉગ્ર બનેલી ભીડે બે સાધુઓ સહિત 3 લોકોની ઢોર માર મારીને હત્યા કરી નાખી હતી. મળતી માહિતી મુજબ વિસ્તારમાં નાજુક સ્થિતિને ધ્યાનમાં લઈને સીઆરપીએફના જવાનોને તૈનાત કરાયા છે.

સાધુઓની હત્યા મામલે મોટી કાર્યવાહી, પાલઘરમાં CRPFની એન્ટ્રી, વિસ્તાર સંપૂર્ણ સીલ 

મુંબઈ: સાધુઓની હત્યાના 9 દિવસ બાદ પાલઘરના ગઢ ચિંચલે ગામમાં CRPFની તૈનાતી કરી દેવાઈ છે. અહીં જ ઉગ્ર બનેલી ભીડે બે સાધુઓ સહિત 3 લોકોની ઢોર માર મારીને હત્યા કરી નાખી હતી. મળતી માહિતી મુજબ વિસ્તારમાં નાજુક સ્થિતિને ધ્યાનમાં લઈને સીઆરપીએફના જવાનોને તૈનાત કરાયા છે. વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન ચાલુ છે. ગામમાં પ્રવેશવાના અને અવરજવરના તમામ રસ્તાઓ સીલ કરી દેવાયા છે. સીઆઈડીની ટીમ આ મામલે અત્યાર સુધીમાં 50 લોકોની પૂછપરછ કરી ચૂકી છે. કહેવાય છે કે આ ઘટના બાદથી મોટાભાગના લોકો ગામ છોડીને જતા રહ્યાં છે. 

નોંધનીય છે કે પાલઘરમાં તાજેતરમાં બે સાધુઓ સહિત 3 લોકોની હત્યાના મામલે ઝી ન્યૂઝે મોટો ખુલાસો કર્યો છે. મહારાષ્ટ્રમાં પાલઘરમાં જે ગામ ગઢ ચિંચલેમાં આ સાધુઓનું મોબ લિન્ચિંગ થયું ત્યાના સરપંચે આંખો દેખ્યો ચિતાર રજુ કર્યો. અહીંના સરપંચ ચિત્રા ચૌધરીએ તે રાતની સમગ્ર ઘટના અંગે ઝી ન્યૂઝને જણાવ્યું. ચિત્રાએ 16 એપ્રિલના રોજની ઘટના અંગે જણાવ્યું કે તે રાતે લગભગ સાડા આઠ વાગે જાણવા મળ્યું કે ચેકપોસ્ટ પર એક ગાડી રોકવામાં આવી છે. 

બીજી 15 મિનિટમાં તેઓ પોતાના ઘરેથી નીકળીને ચેકપોસ્ટ પહોંચ્યા હતાં. ચેકપોસ્ટ પર જોયુ કે ગાડીની અંદર સાધુઓ બેઠા હતાં. ગાડીની અંદરથી જ સાધુઓને તેમણે નમસ્કાર કર્યાં. સરપંચ ચિત્રાએ સાધુઓને પૂછ્યું કે તેઓ કોણ છે અને ક્યાં જવું છે. જ્યારે આ વાતચીત ચાલુ હતી ત્યારે જ ભીડે સાધુઓની ગાડી પર હુમલો કર્યો અને ટાયરની હવા કાઢી નાખી તથા ગાડીને પલટી નાખી. 

જુઓ LIVE TV

સરપંચ ચિત્રાનો દાવો છે કે પોલીસ આવી ત્યાં સુધી તે સતત લોકોને સમજાવવાની કોશિશ કરી રહી હતી. લોકો તેમના પર નારાજ પણ થતા હતાં પરંતુ તેમણે કોઈ પણ પ્રકારે ભીડને બે થી ત્રણ કલાક સુધી કાબુમાં રાખ્યાં. રાતે 11 વાગે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો ભીડથી ઘેરાયેલા 3 લોકોમાંથી બેને તેમણે પોલીસની ગાડીમાં પણ બેસાડી દીધા હતાં. પરંતુ જ્યારે વૃદ્ધ સાદુ પોલીસનો હાથ પકડીને ફોરેસ્ટ ચોકીમાંથી બહાર નીકળ્યા તો ભીડ લાકડી ડંડા લઈને તે વૃદ્ધ સાધુ પર તૂટી પડી. 

ચિત્રાનો એવો પણ દાવો છે કે લોકોને રોકવાની કોશિશમાં તેને પણ ઈજા થઈ હતી. તે યેનકેન પ્રકારે જીવ બચાવીને પોતાના ઘરે પહોંચી. રાતે લગભગ 12 વાગે ચેકપોસ્ટ પર પહોંચી તો તેમણે ત્યાં બંને સાધુઓ અને તે ડ્રાઈવરની લાશો જોઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news