સંસદનું બજેટ સત્ર 17 જૂનથી શરૂ થશે, 19 જૂને યોજાશે લોકસભા સ્પીકરની ચૂંટણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની રચના થઈ ગઈ છે. શુક્રવાર સાંજે કેબિનેટની બેઠક થઈ. જેમાં સરકારના પહેલા 100 દિવસના એજન્ડા પર ચર્ચા થઈ. સૂત્રોના જણાવ્યાં મુજબ સંસદનું બજેટ સત્ર 17 જૂનથી શરૂ થશે. બજેટ સત્ર 26 જુલાઈ સુધી ચાલશે. આ દરમિયાન સરકાર પોતાનું બજેટ રજુ કરશે. 19 જૂનના રોજ લોકસભા સ્પીકરની ચૂંટણી યોજવામાં આવશે. તે અગાઉ સદનના સૌધી સીનિયર સાંસદ બાકીના સાંસદોને શપથ લેવડાવશે. 

સંસદનું બજેટ સત્ર 17 જૂનથી શરૂ થશે, 19 જૂને યોજાશે લોકસભા સ્પીકરની ચૂંટણી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની રચના થઈ ગઈ છે. શુક્રવાર સાંજે કેબિનેટની બેઠક થઈ. જેમાં સરકારના પહેલા 100 દિવસના એજન્ડા પર ચર્ચા થઈ. સૂત્રોના જણાવ્યાં મુજબ સંસદનું બજેટ સત્ર 17 જૂનથી શરૂ થશે. બજેટ સત્ર 26 જુલાઈ સુધી ચાલશે. આ દરમિયાન સરકાર પોતાનું બજેટ રજુ કરશે. 19 જૂનના રોજ લોકસભા સ્પીકરની ચૂંટણી યોજવામાં આવશે. તે અગાઉ સદનના સૌધી સીનિયર સાંસદ બાકીના સાંસદોને શપથ લેવડાવશે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ લોકસભામાં પ્રોટેમ સ્પીકરની ભૂમિકા મેનકા ગાંધીની હોઈ શકે છે. તેમને આ વખતે મોદી મંત્રીમંડળમાં જગ્યા મળી નથી. ગત સરકારમાં તેઓ મહિલા અને બાળવિકાસ મંત્રી હતાં. આ વખતે આ કાર્યભાર અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવનારા સ્મૃતિ ઈરાનીને મળ્યો છે. 

જુઓ LIVE TV

આ અગાઉ કેન્દ્રની મોદી સરકારે પોતાની પહેલી જ કેબિનેટ બેઠકમાં બે મોટા નિર્ણયો લીધા. જે હેઠળ હવે દેશના તમામ ખેડૂતોને વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિનો લાભ મળશે. જે હેઠળ અત્યાર સુધી 12 કરોડ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવાના હતાં. પરંતુ હવે દેશના 15 કરોડ ખેડૂતોને આ લાભ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news