આગ્રા 'બસ હાઈજેક' કેસમાં નવો વળાંક, બસ ઉઠાવી જનારા ફાઈનાન્સ કંપનીના માણસો નીકળ્યા!
આગ્રા પોલીસે આજે વહેલી સવારે 'હાઈજેક' થયેલી પેસેન્જર બસની ભાળ મેળવી લીધી. પોલીસના જણાવ્યાં મુજબ બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. પોલીસે બસ ઝાંસી પાસેથી મળી આવી હોવાની જાણકારી આપી છે.
Trending Photos
નવી દિલ્હી: આગ્રા (Agra) પોલીસે આજે વહેલી સવારે 'હાઈજેક' થયેલી પેસેન્જર બસની ભાળ મેળવી લીધી. પોલીસના જણાવ્યાં મુજબ બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. પોલીસે બસ ઝાંસી પાસેથી મળી આવી હોવાની જાણકારી આપી છે. આગ્રા એસએસપી બબલુકુમારે આ ઘટના અંગે જાણકારી આપતા કહ્યું કે તેમની ટીમે બસમાં સવાર મુસાફરો સાથે વાત કરીને આગળની કાર્યવાહીના આદેશ આપ્યા છે.
Three people from Gwalior filed a complaint today that the bus they were travelling in from Gurgaon to Panna was overtaken & seized by members of a finance company, that apparently financed the bus. A case is being registered, we're investigating the matter: Bablu Singh,Agra SSP pic.twitter.com/sa0PyoZKUP
— ANI UP (@ANINewsUP) August 19, 2020
તેમણે જણાવ્યું કે "રાતે સવા બે વાગે UP 75 M 3516 નંબરની બસે જેવું ઈટાવા ટોલ ક્રોસ કર્યું કે પાછળથી આવેલા કેટલાક લોકોએ તેને રોકી લીધી. ત્યારબાદ તેમણે મુસાફરોને પોતાની ઓળખ ફાઈનાન્સ કર્મીના માણસો તરીકે આપી હતી. તેમણે બસ અને પરિચાલકને ભોજન કરાવ્યું. બંનેને 300-300 રૂપિયા આપ્યાં અને તેમને છોડી દીધા. ત્યારબાદ તેઓ મુસાફરોને ગંતવ્ય સ્થળે છોડી દેવાની વાત કરીને બસ પોતાની સાથે આગળ લઈ ગયા હતાં. બસ માલિકનું મંગળવારે જ અવસાન થયું હતું. તે ઈએમઆઈ ભરી શકતો નહતો."
Regarding the bus incident in Agra, the finance company had illegally seized the bus. Driver and passengers are safe. The owner of the bus had died yesterday: Additional Chief Secretary (Home) Avanish Awasthi
— ANI UP (@ANINewsUP) August 19, 2020
અત્રે જણાવવાનું કે બાલાજી ટ્રાવેલ્સની આ બસમાં 34 મુસાફરો સવાર હતાં. આ બસ ગુરુગ્રામથી મધ્ય પ્રદેશના પન્ના માટે રવાના થઈ હતી. આ દરમિયાન અચાનક આગ્રામાં વહેલી સવારે આ બસના ગાયબ થઈ જવાના અહેવાલ આવતા હડકંપ મચી ગયો હતો.
પ્રાથમિક માહિતીમાં એટલું જ મળ્યું હતું કે કોઈ ફાઈનાન્સ કંપનીના લોકો બસના ડ્રાઈવર અને કન્ડક્ટરને બાઈપાસ પાસે ઉતારીને બસ લઈને જતા રહ્યાં હતાં.
આ બસના માલિકનું મંગળવારે અવસાન થઈ ગયું હતું. તેણે થોડા સમય પહેલા શ્રીરામ ફાઈનાન્સ પાસેથી લોન લઈને આ બસ ખરીદી હતી. જો કે તે હપ્તા ભરી શકતો નહતો. દેવામાં ડૂબી ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે