બાબા રામદેવની મુશ્કેલીઓ વધી, 'કોરોનિલ'ને મંજૂરી આપનાર લાયસન્સ ઓથોરિટીનું કડક વલણ
પતંજલિની આયુર્વેદિક દવા કોરોનિલની રાહમાં અડચણ ઓછી થઇ રહી નથી. હવે દવાને મંજૂરી આપનાર લાઇસન્સ ઓથોરિટીએ જ કોરોનિલ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. ઉત્તરાખંડના આયુર્વેદિક વિભાગે દિવ્ય ફાર્મસીને નોટીસ જાહેર કરી છે.
Trending Photos
નવી દિલ્હી: પતંજલિની આયુર્વેદિક દવા કોરોનિલની રાહમાં અડચણ ઓછી થઇ રહી નથી. હવે દવાને મંજૂરી આપનાર લાઇસન્સ ઓથોરિટીએ જ કોરોનિલ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. ઉત્તરાખંડના આયુર્વેદિક વિભાગે દિવ્ય ફાર્મસીને નોટીસ જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે દવાના લેબલ પર કોરોના વાયરસની સારવારનો ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કેમે કંપનીને તાત્કાલિક દૂર કરવો પડશે. આમ નહી કરતાં કાર્યવાહીની ચેતાવણી આપી છે. નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોરોના કિટના નામે ત્રણ દવાઓને એકસાથે વેચવાનું કોઇ લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યું નથી.
નોટીસમાં જવાબ માંગવામાં આવ્યો છે કે કોઇ આધાર કોરોનિલને કોરોના વાયરસની સારવાર ગણાવવામાં આવી છે. ઉત્તરાખંડના આયુર્વેદિક વિભાગે પતંજલિની દવાને તાવ, શરદીની બિમારીની સારવાર અને ઇમ્યૂનિટી બૂસ્ટર તરીકે વેચાવાની પરમિશન આપી હતી. નોટિસમાં પૂછવામાં આવ્યું કે જ્યારે કોરોના વાયરસ માટે આ દવાને મંજૂરી નથી તો કેમ આ દવાને વેચવાનું લાયસન્સ રદ કરવામાં આવે.
બાબા રામદેવની દિવ્ય ફાર્મસીએ મંગળવારે કોરોનિલ નામની એક કિટ લોન્ચ કરી અને દાવો કરવામાં આવ્યો કે આ દવા કોરોના વાયરસની સારવાર કરી શકે છે. લોન્ચમાં 100 દર્દીઓ પર કરવામાં આવેલા સ્ટડીનો હવાલો આપવામાં આવ્યો. દાવા અનુસાર દર્દીઓ આ આયુર્વેદિક દવાઓના ઉપયોગથી સાજા થયા.
શું છે કોરોનિલ દવાના તત્વ
ઉત્તરાખંડ ડિપાર્ટમેન્ટમાંથી મળેલા કાગળો અનુસાર આ દવાઓમાં જે તત્વ હાજર છે તે આ પ્રકારે છે.
ગિલોય- તેને ઇમ્યૂનિટિ બૂસ્ટર અને તાવની સારવારમાં દમદાર ગણવામાં આવે છે.
અશ્વગંધા- આ તમામ રોગો સામે લડવાની તાકાત એટલે કે ઇમ્યૂનિટી વધારે છે.
અને તુલસી- તેને શ્વાસ સાથે જોડાયેલા ઇંફેક્શનની સારવારમાં કારગર ગણવામાં આવે છે.
કાગળોમાં ક્યાંય પણ કોરોના વાયરસનું નામ નથી.
દિવ્ય ફાર્મસીને નોટીસનો જવાબ આપવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે