35Aમાં કોઇ પણ પરિવર્તન થશે તો લોકો ત્રિરંગો છોડીને બીજો ઝંડો અપનાવશે: મહેબુબા
સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 35એને પડકારનારી કંપનીઓ અંગે ઝડપથી સુનવણી કરવા જઇ રહી છે
Trending Photos
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબુબા મુફ્તીએ કેન્દ્ર સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે. સમગ્ર દેશમાં ચર્ચાઓ છે કે કેન્દ્ર સરકાર આર્ટીકલ 35એ રદ્દ કરવા અંગે વિચારણા કરી રહી છે. તેના મુદ્દે મહેબુબા મુફ્તીએ કેન્દ્રને કહ્યું કે, આગ સાથે રમત ન કરવી જોઇએ. જો એવું થયું તો તમે જોશો કે 1947 બાદથી અત્યાર સુધીમાં ક્યારે પણ નથી થયું. તેમણે કહ્યું કે, જો 35એને ખતમ કરવામાં આવ્યું તો, હું નથી જાણતો કે જમ્મુ કાશ્મીરના લોકો મજબુર થઇને ત્રિરંગાનું સ્થાને કયો ઝંડો ઉઠાવી લેશે.
અગાઉ જમ્મુ કાશ્મીર તંત્રએ રવિવારે તમામ અટકળોને વિરામ આપતા કહ્યું હતું કે અનુચ્છેદ 35એ મુદ્દે તેમના વલણમાં કોઇ જ પરિવર્તન નથી આવ્યું. અને ચૂટાયેલી સરકાર જ આ વિષય પર સુપ્રીમ કોર્ટનાં સ્પષ્ટતા કરી શકશે. સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 35એની યોગ્યતાને પડકારનારી અરજીઓ અંગે સુનવણી કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલનાં તંત્રના મુખ્ય પ્રવક્તા નિયુક્ત કરવામાં આવેલ વરિષ્ઠ અધિકારી રોહિત કંસલે પત્રકાર પરિષદમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ 35એ પર સુનવણીને ટાળવા માટેની અપીલ અંગે રાજ્ય સરકારનું વલણ તેવું જ છે જેવું 11 ફેબ્રુઆરીએ અપીલ કરવામાં આવી હતી.
તેઓ એ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા હતા કે શું આ વિવાદાસ્પદ મુદ્દે રાજ્યપાલ તંત્રના વલણમાં કોઇ પરિવર્તન આવ્યું છે. કંસલે રાજ્યની જનતાને પણ અફવા પર ધ્યાન નહી આપવા માટેની અપીલ કરી. તેમણે કહ્યું કે, અડધી અધુરી અને અપૃષ્ટ માહિતીનાં આધારે લોકો ગભરાટ પેદા ન કરે. જમ્મુ કાશ્મીર સરકારનાં વકીલે સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ 35એની સંવૈધાનિક યોગ્યતા આપનારી અરજીઓ અંગે આગામી સુનવણીને સ્થગિત કરવા માટે તમામ પક્ષો વચ્ચે એક પત્ર વિતરિત કરવા માટે પરવાનગી માંગી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાં કોઇ ચૂંટાયેલી સરકાર નથી.
અનુચ્છેદ 35એ રાજ્યનાં નાગરિકોનાં વિશેષાધિકાર આપે છે. સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 35એની અરજી પર સુનવણી કરનારી અરજી પર ઝડપથી સુનવણી કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આર્ટિકલ 35એ અંગે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીથી માંડીને નેશનલ કોન્ફરન્સ સુધીની તમામ પાર્ટીઓ કેન્દ્ર સરકારને સલાહ આપવાના મુડમાં જોવા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે