ફર્રુખાબાદ: 23 બાળકોને બંધક બનાવનાર સુભાષ મોતને ભેટ્યો, પત્નીએ પણ આપ્યો હતો સાથ

ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ (Farrukhabad) જિલ્લાના મોહમંદાબાદ વિસ્તારમાં કરથિયા ગામમાં 23 બાળકોને બંધક બનાવનાર વ્યક્તિને પોલીસે (Police) ઠાર માર્યો છે અને તમામ બાળકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. 

Updated By: Jan 31, 2020, 09:37 AM IST
ફર્રુખાબાદ: 23 બાળકોને બંધક બનાવનાર સુભાષ મોતને ભેટ્યો, પત્નીએ પણ આપ્યો હતો સાથ

ફર્રુખાબાદ: ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ (Farrukhabad) જિલ્લાના મોહમંદાબાદ વિસ્તારમાં કરથિયા ગામમાં 23 બાળકોને બંધક બનાવનાર વ્યક્તિને પોલીસે (Police) ઠાર માર્યો છે અને તમામ બાળકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. 

બાળકોને બંધક બનાવનાઅર આરોપીનું નામ સુભાષ બાથમ છે, જેના પર 2001માં ગામની એક જ વ્યક્તિની હત્યાનો પણ આરોપ હતો. હત્યાના મામલે તે હાલ જામીન પર બહાર આવ્યો હતો. જોકે આ વ્યક્તિએ જન્મદિવસના બહાને આસપાસના બાળકોને પોતાના ઘરે બોલાવ્યા હતા અને થોડીવાર પછી બધાને એક રૂમમાં બંધ કરી દીધા. 

આરોપીએ બાળકોને બંદૂક બતાવીને ડરાવ્યા અને ધમકી આપી કે જો કંઇ બોલશો અથવા ભાગવાનો પ્રયત્ન કરશો તો મારી નાખીશ. આ કામમાં આરોપીની પત્નીએ પણ તેનો સાથ આપ્યો હતો. પોલીસે જ્યારે આરોપી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો તેને પોલીસ પર ફાયરિંગ કરી દીધું. 

ઉત્તર પ્રદેશના અધિક મુખ્ય સચિવ અને મુખ્ય સચિવ, ગૃહ, અવનીશ કુમાર અવસ્થીએ જણાવ્યું કે બાળકોને બંધક બનાવનાર વ્યક્તિને એક ઓપરેશનમાં ઠાર માર્યો છે. તમામ બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઓપરેશનને અંજામ આપનાર ઉત્તર પ્રદેશ પોલીસ ટીમને 10 લાખ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે. આ ઓપરેશનમાં સામેલ તમામ લોકોને પ્રશંસાના પ્રમાણપત્ર (certificate of appreciation) આપવામાં આવશે. 

ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહે જણાવ્યું કે લગભગ 8 કલાક સુધી ઓપરેશન ચાલ્યું. અમે આરોપી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ અમને જાણકારી મળી કે તેની પાસે હથિયાર પણ છે અને વિસ્ફોટક પણ છે. તે બ્લાસ્ટની ધમકી આપી રહ્યો હતો. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube