જમ્મૂ કાશ્મીર: ટોલ પ્લાઝા પર આતંકવાદી હુમલો, મુઠભેડમાં ઠાર માર્યો એક આતંકવાદી

જમ્મૂ શ્રીનગર(Jammu and Kashmir) હાઇવેના એક ટોલ પ્લાઝા (Toll plaza) પાસે શુક્રવારે સવારે આતંકવાદીએ (terrorists) ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કર્યા બાદ આતંકવાદીઓ જંગલની તરફ ભાગ્યા હતા. 

Updated By: Jan 31, 2020, 09:00 AM IST
જમ્મૂ કાશ્મીર: ટોલ પ્લાઝા પર આતંકવાદી હુમલો, મુઠભેડમાં ઠાર માર્યો એક આતંકવાદી

શ્રીનગર: જમ્મૂ શ્રીનગર(Jammu and Kashmir) હાઇવેના એક ટોલ પ્લાઝા (Toll plaza) પાસે શુક્રવારે સવારે આતંકવાદીએ (terrorists) ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કર્યા બાદ આતંકવાદીઓ જંગલની તરફ ભાગ્યા હતા. 

પોલીસે જમ્મૂ-શ્રીનગર રાજમાર્ગ પર બનેલા ટોલ પ્લાઝા પર એક શ્રીનગરના ટ્રકનો રોક્યો. ટ્રકમાં આવેલા આતંકવાદીઓએ પોલીસ સાથે મુઠભેડ શરૂ કરી કરી દીધી. ઘટનામાં એક પોલીસકર્મીને ઇજા પહોંચી જ્યારે સુરક્ષાબળોએ (security forces) જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદીને ઠાર માર્યો હતો. એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. 

આ પહેલાં જમ્મૂ તથા કાશ્મીર પોલીસે 28 જાન્યુઆરીના રોજ ઉત્તરી કાશ્મીરના બારામૂલાથી લશ્કર-એ-તૈયબાના આતંકવાદીની ધરપકડ કરી લીધી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બાંદીપોર જિલ્લાના હાજિન નિવાસી સજ્જાદ અહમદ ડાર ઉર્ફ અદનાનને બારામુલા સ્થિત પટ્ટનના અંદેરગમ ગામથી પકડી પાડવામાં આવ્યો હતો. 

ધરપકડ કરાયેલા 19 વર્ષના આતંકવાદી સાથે પોલીસ પૂછપરછ કરી રહી છે. આ પહેલાં સોમવારે થયેલી મુઠભેડમાં કુલગામના રેડવિનીના રહેવાદી આતંકવાદી શાહિદ ખારને સુરક્ષાકર્મીઓએ ઠાર માર્યો હતો. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube