જનતાને રાહત: વર્ષના છેલ્લા દિવસે પણ સૌથી સસ્તુ છે પેટ્રોલ-ડીઝલ, આ છે આજના ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવોએ આજે વર્ષના છેલ્લા દિવસે પણ નાગરિકોને મોટી રાહત આપી છે. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 20 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો. અહીં પેટ્રોલનો ભાવ 68.84 રૂપિયા પ્રતિ લીટર થયો. રાજધાની દિલ્હીમાં ડીઝલના ભાવમાં પણ આજે 23 પૈસાનો ઘટાડો નોંધાયો છે. ઘટાડા બાદ ડીઝલના ભાવ 62.86 રૂપિયા પ્રતિ લીટર થયો. પેટ્રોલ અને ડીઝલના આ ભાવ વર્ષના સૌથી ન્યૂનતમ સ્તર  પર છે. 

જનતાને રાહત: વર્ષના છેલ્લા દિવસે પણ સૌથી સસ્તુ છે પેટ્રોલ-ડીઝલ, આ છે આજના ભાવ

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવોએ આજે વર્ષના છેલ્લા દિવસે પણ નાગરિકોને મોટી રાહત આપી છે. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 20 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો. અહીં પેટ્રોલનો ભાવ 68.84 રૂપિયા પ્રતિ લીટર થયો. રાજધાની દિલ્હીમાં ડીઝલના ભાવમાં પણ આજે 23 પૈસાનો ઘટાડો નોંધાયો છે. ઘટાડા બાદ ડીઝલના ભાવ 62.86 રૂપિયા પ્રતિ લીટર થયો. પેટ્રોલ અને ડીઝલના આ ભાવ વર્ષના સૌથી ન્યૂનતમ સ્તર  પર છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 66.50 રૂપિયા તો ડીઝલનો ભાવ 65.87 રૂપિયા નોંધાયો હતો.

આ બાજુ આર્થિક રાજધાની મુંબઈમાં પણ આજે પેટ્રોલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. પેટ્રોલના ભાવમાં 20 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. પેટ્રોલનો ભાવ આજે 74.47 રૂપિયા પ્રતિ લીટર થયો. જ્યારે ડીઝલના ભાવમાં 25 પૈસાનો ઘટાડો થતા પ્રતિ લીટર  ભાવ 65.76 રૂપિયા થયો. 

અત્રે જણાવવાનું કે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં રવિવારે પણ ઘટાડો થયો હતો. જે વર્ષના સૌથી ન્યૂનતમ સ્તરે પહોંચ્યો હતો. ક્રુડ ઓઈલના સતત ગગડતા ભાવોના કારણે રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં લગભગ 23 પૈસાનો ઘટાડો થયો હતો. દિલ્હીમાં પ્રતિ લીટર ભાવ 69. 04 રૂપિયા હતો અને ડીઝલનો ભાવ 63.09 રૂપિયા હતો. 

જ્યારે મુંબઈમાં રવિવારે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 22 પૈસા ઘટીને 74.67 રૂપિયા અને ડીઝલનો ભાવ 24 પૈસા ઘટીને 66.01 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો હતો. કોલકાતામાં પણ ભાવ ઘટ્યા હતાં. પેટ્રોલનો ભાવ 22 પૈસા ઘટીને 71.15 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર 23 પૈસા ઘટીને 64.84 રૂપિયા હતો. 

ગુરુવારે ક્રુડ ઓઈલના ભાવમાં 4.5 ટકાનો જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રુડના ભાવ ગગડીને 52 ડોલર સુધી પહોંચી ગયા હતાં. જો કે શુક્રવારે ભાવોમાં સુધારો થયો હતો. પરંતુ ક્રુડ ઓઈલની સતત ગગડતી કિંમતોનો ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે. 

આવનારા દિવસમાં હજુ ઘટશે ભાવ
ભારતમાં પેટ્રોલ ને ડીઝલના ભાવ સંપૂર્ણ રીતે આંતરરાષ્ટ્રીય બજાર પર નિર્ભર કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ડિમાન્ડ અને સપ્લાય પર નક્કી થાય છે. જાણકારોના જણાવ્યાં મુજબ ક્રુડ ઓઈલની ઓછી ડિમાન્ડ અને વધુ ઉત્પાદનના કારણે હાલ ક્રુડ ઓઈલના ભાવ ઓછા છે. ભવિષ્યમાં ક્રુડ ઓઈલના ભાવોમાં ઘટાડો જોવા મળી શકે છે. આશા છે કે તેનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં બેથી 3 રૂપિયાનો વધુ ઘટાડો થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news