કચ્છ માટે કલંકિત રહ્યું 2018, આખા વર્ષમાં અકસ્માતમાં મૃત્યુ પામેલાઓનો આંકડો જાણીને નહિ થાય વિશ્વાસ

 ભચાઉ માટે રવિવાર રક્તરંજિત સાબિત થયો હતો. ત્રિપલ અકસ્માતમાં 10 જણાનો ભોગ લેવાયો હતો. માત્ર રવિવાર જ નહિ, કચ્છ માટે સમગ્ર 2018નું વર્ષ અકસ્માતનું ગ્રહણની જેમ બની રહ્યું હતું. આ વર્ષમાં કચ્છ જિલ્લામાં અનેક એક્સિડન્ટ થયા છે, જેમાં મૃત્યુઆંક 71નો છે. કચ્છ જિલ્લામાં જેમ ભૂકંપની સમસ્યા માથે તોળાતી હોય છે, તેમ હવે અકસ્માતનું ગ્રહણ પણ લાગી ગયું છે. 2018ના સમગ્ર વર્ષ દરમિયાન કચ્છમાં માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર જોવા મળી છે. ત્યારે કરીએ આ અકસ્માતો પર એક નજર... 

Updated By: Dec 31, 2018, 12:07 PM IST
કચ્છ માટે કલંકિત રહ્યું 2018, આખા વર્ષમાં અકસ્માતમાં મૃત્યુ પામેલાઓનો આંકડો જાણીને નહિ થાય વિશ્વાસ

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : ભચાઉ માટે રવિવાર રક્તરંજિત સાબિત થયો હતો. ત્રિપલ અકસ્માતમાં 10 જણાનો ભોગ લેવાયો હતો. માત્ર રવિવાર જ નહિ, કચ્છ માટે સમગ્ર 2018નું વર્ષ અકસ્માતનું ગ્રહણની જેમ બની રહ્યું હતું. આ વર્ષમાં કચ્છ જિલ્લામાં અનેક એક્સિડન્ટ થયા છે, જેમાં મૃત્યુઆંક 71નો છે. કચ્છ જિલ્લામાં જેમ ભૂકંપની સમસ્યા માથે તોળાતી હોય છે, તેમ હવે અકસ્માતનું ગ્રહણ પણ લાગી ગયું છે. 2018ના સમગ્ર વર્ષ દરમિયાન કચ્છમાં માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર જોવા મળી છે. ત્યારે કરીએ આ અકસ્માતો પર એક નજર... 

ભચાઉ નજીક ત્રિપલ અકસ્માતમાં 10 લોકોના કમકમાટી ભર્યા મોત, મૃત્યુઆંક વધવાની શક્યતા

 • વર્ષના પ્રારંભે 14 જાન્યુઆરીના રોજ ભુજના લોરિયા પાસે ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત થતાં રાજકોટના ધોરાજીના એકસાથે નવ નવ યુવકોનાં ઘટનાસ્થળે મોત થયા હતા
 •  28 જાન્યુઆરીની રાત્રે ભચાઉના વોંધ પાસે ટ્રેલર સાથે કાર અથડાતાં ગાંધીધામના એક જ પરિવારના ચાર લોકોનાં મોત
 • 21 ફેબ્રુઆરીએ હળવદ પાસે અર્ટિકા કાર ડમ્પરમાં ઘૂસી જતાં કંડલા પોર્ટના જૂનિયર ઈજનેર જોસેફ ચાકો, તેમની પત્ની અને કાર ડ્રાઈવર સહિત 3 લોકોના મોત
 •  15 એપ્રિલના રોજ ભચાઉના શિકરા પાસે શુભપ્રસંગે ટ્રેક્ટરમાં બેસીને જતાં પટેલ પરિવારના ટ્રેક્ટર સાથે ખાનગી બસ ટકરાતાં 10 લોકોના મોત 
 • નિર્માણાધીન અધૂરા રોડના કારણે ટ્રેક્ટરચાલકે રોંગસાઈડ પર વાહન હંકારવાનું શરૂ કરતાં આ એક્સિડેન્ટ થયો

ભચાઉ અકસ્માત : એકસાથે 10 લોકોની અર્થી જોઈને હાજર દરેક વ્યક્તિ રડી પડી...

 •  28 એપ્રિલના રોજ ગાંધીધામથી પરત ધ્રાંગધ્રા જતી મ્યુઝિકલ પાર્ટીની જીપ માળિયા પાસે પલટી જતાં 3 લોકોના મોત
 • 10 મેનાં રોજ ભુજના કનૈયાબે નજીક ટ્રક અને મારૂતિ સ્વિફ્ટ વચ્ચે એક્સિડેન્ટ થતાં કારમાં સવાર બે બાળકો સહિત ત્રણ લોકોનાં મોત 
 •  25 જૂનનાં રોજ હળવદના રણજીતગઢ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં રાપરના ત્રણ યુવકોના મોત 
 •  18 જૂલાઈના રોજ રાપરના લાકડીયા ગામે આવેલા દેવસ્થાનના દર્શન કરી સીએનજી ઈકો કારમાં પરત જતો રાજકોટનો સોની પરિવાર રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારા નજીક ટ્રક સાથે ટકરાયો હતો. બાદ કારમાં આગ ફાટી નીકળતાં
 • કારમાં સવાર ચાલક સહિત તમામ 9 લોકો જીવતાં ભુંજાયાં હતા

અમદાવાદ: ચાઈનીસ દોરાથી કપાઈ ગઈ યુવકના ગળાની નસ, મદદ માટે બૂમ પાડી, પણ...

 •  5મી ઑગસ્ટના રોજ ભુજ તાલુકાના દેશલપર વાંઢાય નજીક માતેલા સાંઢ જેવી ધસમસતી આવતી ટ્રકે છકડાને ટક્કર મારતાં તેમાં બેઠેલાં 6 ખેતમજૂરો કાળનો કોળિયો 
 •  5 ઑગસ્ટના રોજ રાપરની આડેસર ચેકપોસ્ટ પાસે મધરાત્રે સર્જાયેલાં ટ્રીપલ એક્સીડેન્ટમાં ભચાઉના માલધારી પરિવારનાં 4 લોકોનાં મોત
 •  28 સપ્ટેમ્બરના રોજ રાપરના પલાંસવા અને માખેલ હાઈવે પર જીપ પલટી જતાં બે સગા ભાઈ સહિત ચાર લોકોનાં મોત
 •  28મી ડિસેમ્બરે નખત્રાણાના મંગવાણા-ગઢશીશા રોડ પર ડમ્પર સાથે પીક અપ વાન અથડાતાં લાગેલી ભીષણ આગમાં વાનમાં બેસેલાં 3 લોકો જીવતાં ભડથું થયાં 
 • 30 ડિસે. ભચાઉ ચિરઈ ટ્રિપલ અકસ્માતમાં 10ના મોત

ગુજરાતના વધુ સમાચાર જોવા કરો ક્લિક