પેટ્રોલ-ડીઝલની કિંમતો પર વિચાર્યા વગર ઝટકામાં નિર્ણય ના લઇ શકાય: ધર્મેંદ્ર પ્રધાન

હાલમાં સરકાર ડીઝલ-પ્રેટ્રોલ પર ટેક્સમાં કોઇ ઘટાડો કરવાના મુડમાં નથી. દિલ્હીમાં પેટ્રોલની કિંમતે શનિવારે પ્રથમ વખત 80 રૂપિયા પ્રતિ લીટરના સ્તરથી પણ ઉપર જતી રહી છે

પેટ્રોલ-ડીઝલની કિંમતો પર વિચાર્યા વગર ઝટકામાં નિર્ણય ના લઇ શકાય: ધર્મેંદ્ર પ્રધાન

નવી દિલ્હી: કેંદ્રીય પ્રેટ્રોલિયમ મંત્રી ધર્મેંદ્ર પ્રધાને શનિવારે કહ્યું હતું કે એક મજબુત અર્થવ્યવસ્થાવાળા ભારતને પેટ્રોલ-ડીઝલમાં ભારે ઉછાળા પર ઉંડાણ પૂર્વક વિચાર્યા વગર ઝટકામાં નિર્ણય કરવાથી બચવું જોઇએ. તેમની વાત પરથી લાગી રહ્યું છે કે હાલમાં સરકાર પ્રેટ્રોલ-ડીઝલના ટેક્સમાં કોઇ ઘટાડો કરવાના મુડમાં નથી. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં પેટ્રોલની કિંમતે શનિવારે પ્રથમ વખત 80 રૂપિયા પ્રતિ લીટરના સ્તરથી પણ ઉપર જતી રહી છે. પ્રધાને વૈશ્વિક આવાગમન સમ્મેલન ‘મૂવ’ દરમિયાન અલગથી વાતચીતમાં કહ્યું હતું કે અમેરિકી ડોલરની મજબૂતી, ઉત્પાદન દેશો દ્વારા ઉત્પાદન વધારવાના વાયદા પૂરા ન કરતા તથા ઇરાન, વેનેજુએલા અને તુર્કીમાં ઉત્પાદનના બાધિત થવાના કારણે કાચ્ચા તેલની કિંમત ઉંચે ગઇ છે.

તેમણે કહ્યું હતું કે, ‘‘એક મજબુત અને સૌથી ઝડપી વૃદ્ધિ કરતા પ્રમુખ અર્થવ્યવસ્થા હોવાના કારણે ભારતે સમજ્યા વિચાર્યા વગર કોઇ પગલા લેવા જોઇએ નહીં. આપણે થોડી રાહ જોવી જોઇએ.’’ પ્રધાનને પુછવામાં આવ્યું હતું કે સરકાર પ્રેટ્રોલ-ડિઝલની કિંમતોમાં ભારે વધારાને જોઇને ઉત્પાદન શુલ્કમાં કોઇ ઘટાડો કરશે. પ્રધાને સમ્મેલન દરમિયાન કહ્યું હતું કે તેલ માર્કેટિંગ કંપનિઓ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહિત કરવા માટે પ્રટ્રોલ પંપો પર ચાર્જિંગ પોઇન્ટ લગાવવાની યોજના બનાવી રહી છે. તેમણે કહ્યું હતું કે ઇલેક્ટ્રિક વાહનો ચર્ચાના કેન્દ્ર બન્યા છે અને દેશમાં માત્ર ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવો જોઇએ.

— ANI (@ANI) September 8, 2018

તેમણે કહ્યું હતું કે, ‘‘ અમે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માંગીએ છે કેમકે અમે પ્રદૂષણ ઓછું કરવા માંગીએ છે. પરંતુ અમે ઇલેક્ટ્રિક વાહનો માટે વીજળી ક્યાંથી લાવીશું?’’ પ્રધાને કહ્યું, ‘‘જો તમે કહીં રહ્યાં છો કે વાહનોના ઇંધણથી પ્રદૂષણ વધી રહ્યું છે અને તમે ઇલેક્ટ્રિક વાહનો માટે કોલસામાંથી વીજળી ઉત્પાદન કરશો તો આ પ્રદૂષણ શહેરોમાંથી ગામો તરફ જતું રહેશ.’’

— ANI (@ANI) September 8, 2018

પ્રધાનએ કહ્યું હતું કે ઇલેક્ટ્રિક વાહનો માટે સૌર ઉર્જાથી ઉત્પન્ન વીજળીનો ઉપયોગ કરવો જોઇએ. તેમણે કહ્યું હતું કે, ‘‘સૌર ઉર્જાને મદદ કરવા માટે, આપણને ગેસ-આધારિત પાવર પ્લાન્ટ્સની જરૂર પડશે. તેથી ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરવું અન્ય ઊર્જા સાથે ન્યાય ગણાશે નહીં.’’ પ્રધાને કહ્યું હતું કે, ક્ષેત્રમાં સીએનજી, એલએનજી અને બાયો-સીએનજીનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે અને એક દાયકાની અંદર દેશમાં 10 હજાર સીએનજી સ્ટેશન લગાવવાની યોજના છે. જે અડધા દેશને સેવા આપશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક ચલણમાં ફેરફાર પછી દેશમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ વાર્ષિક 5 ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, ‘‘ઇલેક્ટ્રિક વાહનોના વિકાસની ગમે તે સંજોગોમાં, ભારતને મોટી રકમની વસૂલાતની ક્ષમતાની જરૂર પડશે.’’ તેમણે જાહેર તેલ કંપનીઓ અને કેટલીક ખાનગી કંપનીઓ દ્વારા એલએનજી ડિલિવરી માળખું બનાવવા અંગે પ્રયત્નોની પણ જાણકારી આપી છે. તેમણે કહ્યું હતું કે, ‘‘ઇન્ડિયન ઓઈલે આગામી વર્ષે 50 હાઇડ્રોજન ઉન્નત સીએનજી બસો લાવવા માટે દિલ્હી સરકાર સાથે એક સોદો કર્યો છે.’’
(ઇનપુટ-ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news