આવી રહ્યા છે તહેવાર, સ્વાસ્થ મંત્રાલયે કોવિડને જોતાં કહી આ મોટી વાત

સ્વાસ્થ્ય મંત્રાલયે ફરી એકવાર ચેતવ્યા છે કે દેશમાં કોરોનાની બીજી લહેર (Corona Second Wave) હજુ પણ ચાલુ છે, ભલે દરરોજ નવા કેસમાં ઘટાડો આવી રહ્યો હોય. એવામાં બેદરકારી ભારે પડી શકે છે.

Updated By: Sep 23, 2021, 10:30 PM IST
આવી રહ્યા છે તહેવાર, સ્વાસ્થ મંત્રાલયે કોવિડને જોતાં કહી આ મોટી વાત
ફાઇલ તસવીર

નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયે ફરી એકવાર ચેતવ્યા છે કે દેશમાં કોરોનાની બીજી લહેર (Corona Second Wave) હજુ પણ ચાલુ છે, ભલે દરરોજ નવા કેસમાં ઘટાડો આવી રહ્યો હોય. એવામાં બેદરકારી ભારે પડી શકે છે. આગામી તહેવારોને જોતાં લોકો કારણ વિના ભીડભાડ ન કરવા માટે કહેવામાં આવ્યું છે તો બીજી તરફ દિવ્યાંગ લોકોની કોરોના (Corona) થી સુરક્ષાને ધ્યાનમાં રાખતાં સરકારે મોટો નિર્ણય લીધો છે. 

દિવ્યાંગ લોકો માટે સરકારનો પ્લાન
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આગામી તહેવારો માટે Covid-19 દિશાનિર્દેશો હેઠળ કંટેનમેંટ ઝોન અને પાંચ ટકાથી વધુ સંક્રમણ દરવાળા જિલ્લામાં ભીડભાડથી બચવું પડશે. સરકારે ગુરૂવારે જાહેરાત કરી, દિવ્યાંગ લોકો અને હરવા ફરવામાં અસમર્થ લોકોને તેમના ઘરે જ Covid-19 ની રસી લગાવવામાં આવશે. 

PM Modi US Visit Live Updates: PM મોદીની ગ્લોબલ CEOs સાથે મીટીંગ શરૂ, ક્વાલકોમના ક્રિસ્ટિયાનોને મળ્યા

23 ટકા વસ્તીનું ફૂલ વેક્સીનેશન
સાથે જ કોરોના રસીકરણ અભિયાન (Corona Vaccination Drive) વિશે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે દેશની લગભગ 66 ટકા વસ્તીને વેક્સીનેશનનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે અને 23 ટકા વસ્તીનું રસીકરણ થઇ ગયું છે. રસીકરણ અભિયાનમાં તેજી લાવવા માટે દિવ્યાંગો અને હરવા ફરવામાં અસમર્થ લોકોને તેમના ઘરે જ રસી લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Rape નો પ્રયત્ન કરનાર આરોપી જામીન લેવા પહોંચ્યો, કોર્ટે કહ્યું- 2000 સ્ત્રીઓના ધોવા પડશે કપડાં

કેરળની સ્થિતિ હજુ પણ ખરાબ
તમને જણાવી દઇએ કે ગત અઠવાડિયે સામે આવેલા સંક્રમણ કુલ કેસના 62.73 ટકા એકલા કેરલમાં નોંધાયા હતા. કેરલ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા 1 લાખથી વધુ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દેશમાં 22 જિલ્લામાં હાલ સંક્રમણ દર 10 ટકાથી વધુ છે, જ્યારે 23 જિલ્લામાં સંક્રમણ દર પાંચ થી 10 ટકા વચ્ચે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube