'આજે બધાની જરૂરિયાત છે પ્લાસ્ટિક'-વિશ્વ પર્યાવરણ દિવસ કેન્દ્રિય મંત્રીએ આપ્યું નિવેદન
મહેશ શર્માએ કહ્યું છે પર્યાવરણ અને માં પ્રકૃતિની જવાબદારી પણ આપણી જ છે
Trending Photos
નવી દિલ્હી : આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આ દિવસે પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવાની અપીલ કરવામાં આવે છે. લોકો બને એટલો ઓછો પ્લાસ્ટિક બેગ, બોટલ્સ અને બીજા સામાનનો ઉપયોગ કરે એ માટે જાગૃતિ આવે એવા પ્રયાસ હાથ ધરવામાં આવે છે. આ સંજોગોમાં કેન્દ્રિય મંત્રી અને બીજેપી નેતા ડો. મહેશ શર્માએ પ્લાસ્ટિકનો જરૂરિયાતની વસ્તુ ગણાવી છે.
ન્યૂઝ એજન્સી એેએનઆઇ સાથે વાતચીત કરતી વખતે મહેશ શર્માએ કહ્યું છે કે પ્લાસ્ટિક આપણી જરૂરિયાત પણ એ કોઈ શ્રાપ નથી. આપણે દુનિયામાંથી રિસાયકલ ન થઈ શકે એવા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાવવાનો છે કારણ કે પર્યાવરણ અને માં પ્રકૃતિની જવાબદારી પણ આપણી જ છે
Plastic is a necessity for us, but it shouldn't become a curse. We have to abolish the use of single-use plastic in the world. We have a responsibility towards environment and mother nature: Dr Mahesh Sharma, Union Minister of State for Environment #WorldEnvironmentDay pic.twitter.com/ddEzwsYGEF
— ANI (@ANI) June 5, 2018
5 જૂનની ઉજવણી વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે કરવામા આવે છે. આ ઉજવણીનો હેતુ લોકોમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો છે. આ દિવસે આખી દુનિયામાં જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવે છે જેથી મનુષ્યો તેમજ જીવ-જંતુઓને વધારે સ્વચ્છ વાતાવરણ મળે.
પ્લાસ્ટિક પ્રદૂષણ સાથે જોડાયેલા તથ્યો
- દર વર્ષે આખા વિશ્વમાં 500 અરબ પ્લાસ્ટિક બેગોનો ઉપયોગ કરવામાં આવે છે.
- દર વર્ષે ઓછામાં ઓછા 8 મિલિયન ટન પ્લાસ્ટિક દરિયામાં પહોં છે, જે પ્રતિ મિનિટ એક કચરાના ભરાયેલા ટ્રક બરાબર છે.
- છેલ્લા એક દાયકા દરમિયાન ઉત્પાદિત કરાયેલા પ્લાસ્ટિકની માત્રા, છેલ્લી એક સદી દરમિયાન ઉત્પાદિત કરેલા પ્લાસ્ટિકની માત્રાથી વધુ હતી.
- આપણા દ્વારા વપરાતા પ્લાસ્ટિકમાંથી 50 ટકા પ્લાસ્ટિક માત્ર એકવાર વપરાય છે.
- દર મિનિટે 10 લાખ પ્લાસ્ટિકની બોટલો ખરીદવામાં આવે છે.
- આપણા દ્વારા ઉત્પન કરાયેલા કુલ કચરામાં 10 ટકા યોગદાન પ્લાસ્ટિકનું હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે