મોદીએ માફી માગી: પુત્રધર્મ બાદ રાજધર્મ પણ નીભાવ્યો, મમતાએ કહ્યું થોડો આરામ કરો, માતાથી વધારે કંઈ નથી
પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબા પંચમહાભુતમાં વિલીન થયા છે. PM મોદી અને તેમના ચારેય ભાઈઓએ મુખાગ્નિ આપી હતી. સમગ્ર પરિવાર હીરાબાની વિદાયમાં ભાવુક બની ગયો હતો. હીરાબા મોદી પરીવાર સાથે અનેક યાદો છોડીને સ્વર્ગવાસ થયા. આ પહેલા PM મોદી શબ વાહિનીમાં માતાના પાર્થિવ દેહ સાથે હતા.
Trending Photos
અમદાવાદ: આજે મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. વડાપ્રધાન મોદીએ માતાના નિધન બાદ પુત્રધર્મ અને રાજધર્મ પણ નીભાવ્યો છે. તેઓ માતાની અંતિમ વિધિ પતાવીને રાજભવન ખાતે પહોંચ્યા હતાં. તેમણે પોતાના નિર્ધારિત કાર્યક્રમો યથાવત રાખ્યાં છે. આજે તેઓ આ દુઃખની ઘડીમાં પણ પશ્ચિમ બંગાળમાં વિકાસ કાર્યો માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવી છે. વડાપ્રધાને વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. પશ્ચિમ બંગાળને 7800 કરોડ રૂપિયાની પરિયોજનાની કેન્દ્ર સરકારે ભેટ આપી છે. બંગાળમાં વંદે ભારત ટ્રેન શરૂ કરતા મોદી કહ્યુ હતું કે મારા વ્યક્તિગત કારણોના લીધે હું તમારી વચ્ચે આવી ન શક્યો તે માટે હું તમારી ક્ષમા માંગુ છું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળને 7800 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની ભેટ આપી. તેમણે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં સામેલ થયા. પીએમ મોદી માટે આજનો દિવસ ખુબ દુ:ખદ રહ્યો કારણ કે આજે જ પીએમ મોદીના માતા હીરાબાનું રાયસણ ખાતે નિધન થયું. પીએ મોદી ગાંધીનગર પહોંચ્યા અને અંતિમ યાત્રામાં સામેલ થયા. તેમણે હીરાબાના પાર્થિવ દેહને મુખાગ્નિ પણ આપી. જો કે તેઓ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં પણ પછી સામેલ થયા. કાર્યક્રમમાં સામેલ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ મોદીના માતા હીરાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો. મમતા બેનર્જીએ કહ્યું કે મારી સંવેદનાઓ તમારી સાથે છે. દુ:ખની આ ઘડીમાં અમે બધા તમારી સાથે છીએ. માતાથી વધીને કોઈ બીજુ હોઈ શકે નહીં.
આ પણ વાંચો:
કાર્યક્રમ નાનો રાખવાની અપીલ કરી
મમતા બેનર્જીએ પીએમ મોદીને કાર્યક્રમ નાનો રાખવાની અપીલ પણ કરી. મમતા બેનર્જીએ કહ્યું કે પ્રધાનમંત્રીજી આજે તમારા માટે દુ:ખદ દિવસ છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને આ દુ:ખ સહન કરવાની ક્ષમતા આપે. હું તમને અપીલ કરુ છું કે તમે આ કાર્યક્રમને નાનો રાખો કારણ કે તમે હમણા જ તમારા માતાના અંતિમ સંસ્કાર કરીને આવ્યા છો.
કોલકાતાના કાર્યક્રમમાં મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું
આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાનની માતા હીરાબાના નિધન પર દુઃક વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, મારી સંવેદનાઓ આપની સાથે છે. આ દુઃખની ઘડીમાં પણ અમે સૌ આપની સાથે છીએ. માંથી વધારે બીજુ કંઈ ના હોઈ શકે. મમતા બેનરજીએ વડાપ્રધાનને કાર્યક્રમ નાનો રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીજી આજે તમારા માટે દુઃખનો દિવસ છે. હું આપને અનુરોધ કરૂ છું કે આ કાર્યક્રમને નાનો રાખો કારણ કે તમે હાલ અત્યારે તમારી માતાના અંતિમ સંસ્કારમાંથી આવ્યા છો. તમે આજે વર્ચ્યુઅલી હૃદયથી અમારી વચ્ચે સામેલ થયાં છે. આ માટે હું આપને ધન્યવાદ આપું છું.
આ પણ વાંચો:
પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબા પંચમહાભુતમાં વિલીન થયા છે. PM મોદી અને તેમના ચારેય ભાઈઓએ મુખાગ્નિ આપી હતી. સમગ્ર પરિવાર હીરાબાની વિદાયમાં ભાવુક બની ગયો હતો. હીરાબા મોદી પરીવાર સાથે અનેક યાદો છોડીને સ્વર્ગવાસ થયા. આ પહેલા PM મોદી શબ વાહિનીમાં માતાના પાર્થિવ દેહ સાથે હતા. હીરાબાની સ્મશાન યાત્રામાં સીએમ ભુપેન્દ્ર પટેલ પણ હતા. હીરાબાની અંતિમ યાત્રા નાનાભાઈ પંકજ મોદીના ઘરેથી શરૂ થઈ હતી. આ દરમિયાન ભાવુક પીએમ મોદીએ માતા હીરાબાના પાર્થિવ દેહને કાંધ આપી હતી. PM મોદીના માતા હીરા બાએ આજે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે