ટોંકની રેલીમાં બોલ્યા PM મોદી-અમારી લડાઈ કાશ્મીર માટે, કાશ્મીરીઓ વિરુદ્ધ નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ટોંકમાં વિજય સંકલ્પ રેલી માટે પહોંચ્યાં. વડાપ્રધાન મોદીનો વિધાનસભા ચૂંટણી બાદ આ પહેલો રાજસ્થાન પ્રવાસ છે. પીએમ મોદીએ ટોંકની ધરતીથી રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીનો શંખનાદ કર્યો. અહીં તેમણે એક રેલીને સંબોધિત કરી. 

ટોંકની રેલીમાં બોલ્યા PM મોદી-અમારી લડાઈ કાશ્મીર માટે, કાશ્મીરીઓ વિરુદ્ધ નથી

ટોંક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ટોંકમાં વિજય સંકલ્પ રેલી માટે પહોંચ્યાં. વડાપ્રધાન મોદીનો વિધાનસભા ચૂંટણી બાદ આ પહેલો રાજસ્થાન પ્રવાસ છે. પીએમ મોદીએ ટોંકની ધરતીથી રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીનો શંખનાદ કર્યો. અહીં તેમણે એક રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમની સાથે દિગ્ગજ નેતાઓ અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, રાજ્ય ભાજપ પ્રભારી અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, રાજસ્થાનથી સાંસદ અને મંત્રી રાજ્યવર્ધન રાઠોડ, પ્રદેશ અધ્યક્ષ મદન લાલ સૈની, સંગઠન મહામંત્રી ચંદ્રશેખર, રાષ્ટ્રીય પ્રવક્તા ડોક્ટર સુધાંશુ, સંગઠન મહામંત્રી વી સતીષ, સહિત રાજ્યના અનેક નેતાઓ અને પદાધિકારીઓ હાજર રહ્યાં હતાં. આ સાથે જ અનેક સંતોને પણ મંચ પર જગ્યા અપાઈ.

પીએમ મોદીનું સ્વાગત કરતા ભાજપ ટોંક અધ્યક્ષે તેમને ફૂલોની માળા પહેરાવી હતી અને આ સાથે જ પીએમ મોદીને એક સ્મૃતિ ચિન્હ પણ ભેટ કરાયું હતું. પીએમ મોદીએ પોતાના સંબંધોનની શરૂઆત ભારત માતા જયના નારાથી કરી હતી. ત્યારબાદ તેમણે પ્રદેશ અધ્યક્ષ અને મંચ પર હાજર અન્ય નેતાઓનો સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો. 

— ANI (@ANI) February 23, 2019

પીએમ મોદીના સંબોધનની મુખ્ય વાતો...
- પીએમ મોદીએ સંબોધનની શરૂઆતમાં સૌ પ્રથમ તો જનતા પાસે માફી માંગી અને કહ્યું કે આપણો એક પંડાળ નાનો રહી ગયો અને જે લોકો તાપમાં સેકાઈ રહ્યાં છે તેમને થયેલી અસુવિધાઓ બદલ હું ક્ષમા માંગુ છું. 
- તેમણે કહ્યું કે પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને હું નમન કરું છું અને રાજસ્થાન તો ક્યારેય પાછળ રહેતું નથી. તેમણે કહ્યું કે હુમલામાં શહીદ થયેલા રાજસ્થાનના જવાનોને નમન.
- તેમણે કહ્યું કે આપ જેવા લાખો પરિવારોના સાહસ અને જુસ્સાના કારણે જ ભારત આજે પહોળી છાતીએ વિશ્વ પટલ પર ઊભું છે. 
-મને વીર જવાનો પર ગર્વ છે. 
- સાથીઓ... તમારો આ પ્રધાન સેવક આતંકવાદ ખતમ કરવાના કામમાં લાગ્યો છે. 
- આતંકની ફેક્ટરી પર તાળા લગાવવાનું કામ જો મારા જ માથે લખ્યું છે તો એ જ સહી.
- પુલવામા હુમલા બાદ તમે પણ જોયું કે કેવી રીતે એક પછી એક પાકિસ્તાનનો હિસાબ લેવાઈ રહ્યો છે. 
- અમારી સરકારના નિર્ણયોના કારણે પાકિસ્તાનમાં હડકંપ મચ્યો છે. 
- આ બદલાયેલું હિન્દુસ્તાન છે. સરકાર હવે ચૂપ બેસતી નથી. અમે આતંકને કચડવાનું જાણીએ છીએ. 
- અમારી લડાઈ આતંકવાદ વિરુદ્ધ છે. માનવતા વિરુદ્ધ છે. અમારી લડાઈ કાશ્મીર માટે છે, કાશ્મીર વિરુદ્ધ નથી. કાશ્મીરીઓ સામે નથી. 
- કાશ્મીરી બાળકો સાથે હિન્દુસ્તાનના કયા ખુણે શું થયું એ મુદ્દો નથી. મુદ્દો એ છે કે આવું દેશમાં થવું જોઈએ નહીં. 
- કાશ્મીરનો દરેક બાળક આતંકવાદથી પરેશાન છે. 
- એક વર્ષ અગાઉ અમરનાથ મુસાફરો પર હુમલો થયો હતો. તે યાત્રીઓને જ્યારે ગોળીઓ વાગી તો તેઓ ઘાયલ થયા હતાં ત્યારે તેમને લોહી પણ કાશ્મીરના મુસલમાનો દ્વારા અપાયું હતું. 
- કાશ્મીરમાં જેમ હિન્દુસ્તાનના જવાનો શહીદ થાય છે તેવી જ રીતે કાશ્મીરના લાલ પણ આતંકવાદની ગોળીઓથી શહીદ થાય છે. 

— ANI (@ANI) February 23, 2019

- કાશ્મીરના કેટલાક જિલ્લાઓમાં અમુક લોકોના કારણે આતંકનો ખેલ ચાલે છે. ભલે જમ્મુ હોય કે લદ્દાખ કે કાશ્મીરનો ગમે તે વિસ્તાર હોય. 
- આતંકવાદને જડથી ઉખાડવો હોય તો આપણે ભૂલ ન કરીએ. આતંકવાદી એ આતંકવાદી છે. કાશ્મીર આજે પણ આતંકવાદ ઝેલી રહ્યો છે. આજે કાશ્મીરના સપના જો કોઈ પૂરા કરશે તો તે હિન્દુસ્તાન જ કરશે. આ સરકાર કરશે. - પાકિસ્તાનમાં નવી સરકાર બની જે નવા વડાપ્રધાન બન્યાં ઈમરાન ખાન તેમને મે પ્રોટોકોલ હેઠળ ફોન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. અને કહ્યું હતું કે ભારત-પાકિસ્તાન વચ્ચે લડાઈ બહુ થઈ. મેં તેમને કહ્યું તું કે તમે રાજકારણમાં ખેલની દુનિયામાંથી આવ્યાં છો. ભારત પાકિસ્તાન મળીને ગરીબી વિરુદ્ધ, નિરક્ષરતા વિરુદ્ધ, લડે. તેમણે મને કહ્યું હતું કે હું પઠાણ બચ્ચો છું, હું સાચું બોલું છું. હવે હું જોઉ છુ કે તેઓ સાચુ બોલે છે કે નથી બોલતા. 
- વિપક્ષ પર આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું કે આ એ જ લોકો છે કે જેમણે કહ્યું હતું કે જો સરકાર બની તો 10 દિવસમાં રાજસ્થાનના ખેડૂતોના દેવા માફ કરાશે.
- તેમણે કહ્યું કે જો હિંમત હોય તો આંકડા જાહેર કરો. પરંતુ તેઓ નહીં કરે. શું આ મોટા લોકોએ પોતાના વચનો પૂરા કર્યાં.
- અમારી સરકાર જે વચન આપે છે તે પૂરું કરે છે.
- કોંગ્રેસને ચૂંટણી પહેલા જ કરજમાફીની યાદ આવે છે. 
- તેમણે કહ્યું કે અમે જે યોજના બનાવી છે તેનાથી 100માંથી 90 ખેડૂતોને લાભ થશે. જ્યારે કોંગ્રેસની યોજનામાં 100માંથી 20થી 25 ખેડૂતોને જ લાભ થતો હતો. 
- જો કોંગ્રેસની યોજના સાથે સરખામણી કરીએ તો અમારી યોજનાથી આવનારા વર્ષોમાં સાડા સાત લાખ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા થવાના છે. 
- તેમણે કહ્યું કે આને જ કહેવાય ચોખ્ખી નીયત અને આ જ છે યોગ્ય નીતિ.
- મારા ફોજી ભાઈઓને યાદ હશે કે કેવી રીતે 40 વર્ષથી તેમને વન રેંક વન પેન્શનના નામે ખોટા વાયદા અપાયા પરંતુ કશું થયું નહીં. આ અમારી સરકાર છે જેમણે વન રેન્ક વન પેન્શન લાગુ કર્યું અને 20 લાખ પૂર્વ ફોજીઓને લગભગ 11 લાખ કરોડ અપાયા કારણ કે મોદી છે તો શક્ય છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news